બંને વિકલ્પના પેપરમાં માર્ક્સ અને પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પ્રકારે પૂછાશે
ગણિત સ્ટાન્ડર્ડ રાખશે ઘઉં જ વિદ્યાર્થીઓ મને સાયનસમાં પ્રવેશ મળશે
ગુજરાત શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2021-22 માટે નવી શિક્ષણ નીતિ અપનાવી છે. જે મુજબ ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના વિષયના પેપરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં બે વિકલ્પ મળી રહેશે. એટલે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ કોઈ પણ એક પેપરનો વિકલ્પ પસંદ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવી નીતિ મુજબ, ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે. જેથી વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ મળશે. જેથી વિદ્યાર્થીઓને પસંદગી માટે બે વિકલ્પ મળશે અને વિદ્યાર્થીઓ જાતે જ નક્કી કરી શકશે કે કયુ પેપર આપવું.
જો કે, વિદ્યાર્થીઓ કયું પેપર આપવા માંગે છે એની પસંદગી બોર્ડનું ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે. મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક પેપરમાં માર્ક્સ અને પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પ્રકારે પૂછાશે. જો કે, ગણિતનું પાઠ્યપુસ્તક તમામ માટે એક સરખુ જ રહેશે. શૈક્ષણિક પદ્ધતિમાં પણ કોઈ ફેરફાર હશે નહીં.
જે વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડની પસંદગી કરશે તેઓ ધોરણ-11 સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે મેથેમેટિક્સ બેઝિકની પસંદગી કરનારા વિદ્યાર્થીઓ ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે. પણ જો ધોરણ-10માં બેઝિક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ સાયન્સ લેવા માંગતા હોય તો તેઓ જુલાઈ મહિનામાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડની પૂરક પરીક્ષા પાસ કરીને સાયન્સમાં પ્રવેશ લઈ શકશે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થી મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો પૂરક પરીક્ષાથી મેથેમેટિક્સ બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી કરી શકશે.