હાઈ રે લાચારી…. હાઈ રે ગરીબી…. હાઈ રે મજબૂરી…. ગરીબી લોકોને કેવા મજબુર કરી દયે છે…!! એ સુરતની આ એક ઘટના પરથી અંદાજો લગાવી શકાય. ડાયમંડ સિટી અને સોનાની મુરત કહેવાતા એવા સુરત શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી ભળભલ વિચારતા થઈ જાય… હૃદય કંપી ઉઠે. એક બાજુ પતિના મોતનું અસહ્ય દુઃખ અને એમાં પણ ગરીબીનો બેવડો માર… સુરતના ઉના પાટિયા વિસ્તારમાં એક મહિલા પોતાના પતિના મૃતદેહ પાસે આશરે 17 કલાક બેસી રહી. કારણ જાણી તમે પણ ચોંકી અને દુઃખની લાગણીમાં સપડાઈ જશો. પોતાના પતિના મૃતદેહને વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી પત્ની 17 કલાક સુધી એમનેમ મૃતદેહ પાસે બેસી રહી અને મદદની ગુહાર લગાવતી રહી.
બનાવની વિગત અનુસાર, આ ઘટનામાં સુરત શહેરના ઉના પાટીયા વિસ્તારના મહેબૂબનગરની છે. મનીષા ઠાકોરે નામની મહિલા કે જેના પતિને દારૂની લત હતી. તેઓ મૂળ ઝાંસીના રહેવાસી છે. તેમને બે સંતાન છે. મનીષા ઠાકોરેનો પતિ ભોજન લીધા બાદ સુઈ ગયો હતો અને ત્યારબાદ જાગ્યો જ ન હતો.
પત્નીએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવતા પતિ મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વતન ઝાંસી લઈ જવા પત્ની પાસે પૈસા ન હોય મોડી સાંજ આશરે 17 કલાક સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. જો કે, અંતે સામાજિક સંસ્થાઓ તેની મદદ માટે આગળ આવી હતી.
આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ
મૃતકની પત્નીએ આ અંગે હતાશા વ્યક્ત કરતાં કહ્યું કે સવાર પડતા જ પાડોશી 108ને જાણ કરતા પતિને સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં મૃત જાહેર કરતાં આભ ફાટી પડયા જેવી સ્થિતિ થઈ ગઈ હતી એમાં પણ અમારા વતન ઝાંસીએ લઈ જવા માટે પૈસા જોઈએ.. પરંતુ હું આર્થિક રીતે લાચાર છું. પતિની ગેરહાજરીમાં આટલા રૂપિયા કેમ ભેગા કરું..!!