લક્ષ્મીનગરના નાલા ખાતે નિર્માણાધીન અંડરબ્રિજની કામગીરી તથા સિવિક સેન્ટરની મૂલાકાત લેતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે સત્તારૂઢ થયા બાદ અમિત અરોરા રોજ અલગ અલગ પ્રોજેકટની સાઈટ વિઝીટ કરી રહ્યાં છે. જેમાં તેઓ તંત્રની તુટીઓ દૂર કરવા માટે અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપે છે. દરમિયાન આજે તેઓએ લક્ષ્મીનગરના નાલા ખાતે નિર્માણાધીન અંડરબ્રીજનું નિરીક્ષણ કર્યું હતું. લક્ષ્મીનગરને લાગુ તમામ એપ્રોચ રોડ ડેવલોપ કરવાની કામગીરી કરવા અધિકારીઓને સુચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતેની સિટી સિવિક સેન્ટરની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા, મુલાકાત દરમ્યાન સિટી સિવિક સેન્ટર ખાતે આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે માહિતી મેળવી હતી.. શહેરના મધ્યમાં અને ખુબ જ અવર-જવર રહેતી હોય છે તેવા લક્ષ્મીનગર નાલા ખાતે અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ચાલુ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તેના પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે લક્ષ્મીનગર નાલા ખાતે નિર્માણ પામી રહેલા અન્ડરબ્રિજની મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરે લક્ષ્મીનગરને લાગુ અપ્રોચ રોડ ડેવલપ કરવા સંબધિત અધિકારીને અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રેલવેની એજન્સી જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનને પણ સુચના આપી હતી. મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ અને સી. કે. નંદાણી, રેલ્વેના સીનીયર એન્જી. રાજકુમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક અને સિટી એન્જી. કે. એસ. ગોહેલ તથા જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા.