ભારતના રાજદ્વારી આશ્રિત દલાઈ લામાને લઈને ચીનના પેટમાં ફરીથી ચુંક ઉપડી હોય તેમ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણીમાં ચાઈનીઝ સૈનિકોએ સરહદની લક્ષ્મણરેખા ઓળંગીને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ઘુષણ ખોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે, લડાખમાં આવેલા ડેમ ચોકમાં તિબેટીયન ધર્મગુરૂ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાય રહેલા કાર્યક્રમમાં ચીન સેનાએ નિયમ ભંગ કરીને ભારતના ગામડાઓ સુધી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી ગયા હતા.
જો કે ભારતીય સેનાએ આ ઘટના અંગે કોઇ પણ ટીપ્પણી કરવાનું ઇનકાર કરી દીધો હતો, ચીન વારંવાર સરહદી વિસ્તારમાં કાકરી ચાળા કરતું રહે છે. 6 જુલાઈ બનેલી આ ઘટના અંગે ભારે ચર્ચા જાગી છે.
ચીનના સૈનિકો ભારતીય હદમાં રાષ્ટ્રધ્વજ અને કેટલાક બેનર લઈને આવી પહોંચ્યા હતા. ચીનના સૈનિકો અને કેટલાક નાગરિકો પાંચેક જેટલા વાહનોમાં આવ્યા હતા ને દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી સ્થળે બેનરો અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા લાગ્યા હતા. જોકે કાર્યક્રમથી દુર તેમને રોકી લેવામાં આવ્યા હતા અને 30 મિનિટ સુધી તેઓની હાજરી રહી હતી. ગયા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટર ઉપર દલાઈ લામાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.