ભારતીય રેલ્વે આજે દેશનો મહત્વનો ભાગ છે કારણ કે તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. એશિયાનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલ્વે છે. એક જ પ્રબંધન હેઠળ ચાલતું આ દુનિયાનું બીજું સૌથી મોટું રેલ્વે નેટવર્ક પણ છે. ભારતીય રેલ્વેની સાઈટ પર દર મિનિટએ લગભગ 12 લાખ હિટ થાય છે. ભારતીય રેલ્વે દુનિયામાં સૌથી વધારે નોકરી આપતા કેન્દ્રોમાનું એક છે. ત્યારે ભારતીય રેલ્વેને વધુ એક ભેટ મળવા જઈ રહી છે.
હવે મણિપુરમાં કુતુબમીનારથી પણ વધુ ઊંચાઈએ માણી શકશો. રેલ્વે મુસાફરીની મજા પૂર્વોતર ભારતમાં રેલ્વેના મહત્વાકાંક્ષી જીરીબામ-ઇમ્ફાલ ન્યૂ રેલ્વે લાઇન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિજ નંબર 53 ઇમ્ફાલ ન્યૂ રેલ્વે લાઇન પ્રોજેક્ટનું નિર્માણ ઉત્તર પૂર્વના રાજ્ય મણિપુરની સૌથી મોટી નદી તરીકે જાણીતા બરાક નદી પર કરવામાં આવી રહ્યું છે.
રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને પુલનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મણિપુરની સૌથી મોટી નદી બરાક નદી પર જીરીબામ-ઇમ્ફાલ ન્યુ લાઇન પ્રોજેક્ટમાં પુલ નંબર 53 બનાવવામાં આવી રહ્યો છે. પુલ ખૂબ જ મુશ્કેલ સ્થાને સ્થિત છે, જ્યાં સૌથી વધુ પિયર્સ (થાંભલાઓ) છે તેની ઊંચાઈ 75 મીટર કુતુબમિનારથી પણ ઊંચો છે.
Bridge no.53 in the Jiribam-Imphal New Line Project has been constructed on the river Barak; the largest river of Manipur.
The bridge is situated at a difficult location where the height of the tallest Piers is as high as 75m (higher than Qutub Minar). pic.twitter.com/NOknAKm4AX
— Ministry of Railways (@RailMinIndia) July 11, 2021
હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં જીરીબામ-ઇમ્ફાલ ન્યુ લાઇન પ્રોજેક્ટ એક પડકારરૂપ પ્રોજેક્ટ છે. જેમાં 47 સુરંગ , 156 પુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 141 મીટર ઉંચા ઘાટ બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટના કામ પર કોરોનાનો પ્રભાવ પડ્યો છે. આમ, આ તબક્કે પ્રોજેક્ટ પૂર્ણ થવાનો ચોક્કસ સમય શોધી શકાતો નથી.