ક્રિકેટ જગતમાં જાણે દરેક મહાન ખેલાડીની એક ફિલ્મ બનાવી તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને મહમ્મ્દ અઝરુદીન બાદ ભારતના પૂર્વ ક્રિકેટર તેમજ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે. સૌરવ ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન પણ રહી ચુક્યા છે અને એક લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન જે એક સમયમાં એક માસ્ટર સ્ટ્રોકર તરીકે જાણીતા હતા. સૌરવે પોતાના કેરિયરમાં ઘણા ખેલાડીઓને આગળ લઇ આવ્યા છે અને તેમને ટિમ ઇન્ડિયા માટે ઘણું યોગદાન આપેલું છે.
સૌરવ ગાંગુલી પર બની રહેલી ફિલ્મનું બજેટ આશરે 200થી 250 કરોડ હોય તેવું જાણવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં ડિરેક્ટરના નામની જાહેરાત કરવામાં આવશે.
હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેમને જણાવ્યું હતું કે મારા પર બનનારી બાયોપિક સાથે હું સહમત છું પરંતુ હમણાં હું ડિરેક્ટર કે પ્રોડ્યૂસરનું નામ જાહેર નહિ કરી શકું. બધું જ ફાઇનલ થયા બાદ જાહેર કરવામાં આવશે.
આ સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. પ્રોડક્શન હાઉસે અનેકવાર સૌરવ સાથે મુલાકાત પણ કરી છે. પ્રોડક્શન હાઉસે લીડ રોલ માટે એક્ટરનું નામ નક્કી કર્યું છે, પરંતુ અન્ય બે એક્ટરના નામ પણ વિચારણા હેઠળ છે. જોકે, હજી સુધી કંઈ જ કન્ફર્મ થયું નથી. થોડાં દિવસ પહેલાં નેહા ધૂપિયાએ સૌરવ ગાંગુલીનો રોલ રીતિક રોશન પ્લે કરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. આ અંગે સૌરવે કહ્યું હતું કે રીતિકે તેના જેવી બૉડી બનાવવી પડશે અને તેના માટે આ મુશ્કેલ રહેશે.
ફિલ્મમાં સૌરવ ગાંગુલીની જર્ની અંગે વાત કરવામાં આવશે, જેમાં યુવા ક્રિકેટરથી લઈ ઇન્ડિયન નેશનલ ટીમના કેપ્ટન સુધીની સફર સામેલ છે. ફિલ્મમાં એ પણ બતાવવામાં આવશે કે સૌરવ કેવી રીતે BCCIનો પ્રેસિડન્ટ બન્યો. સૌરવના અંગત જીવનમાં આવેલા ચઢાવ-ઉતારની વાત પણ ફિલ્મમાં હશે.
ત્યારે જ સાથે એમ પણ ચર્ચાય રહ્યું છે કે રણબીર કપૂર ‘દાદા’નો રોલ ભજવી શકે છે જો કે હજુ બીજા 2 એક્ટર પણ આ રેસમાં શામેલ છે. ત્યારે હવે ગાંગુલીના ચાહકોમાં તથા સમગ્ર કલકતા વાસીઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.