મૃતક પરિવારને બે લાખ વળતર પેટે ચુકવવાની શરત સાથે હાઇકોર્ટે જામીન આપ્યા’તા
જામીન અરજીની સુનાવણી સમયે કોઇપણ પ્રકારનો દંડ વસુલવો અયોગ્ય : સુપ્રિમ કોર્ટ
અમરેલી શહેરના જીવાપર વિસ્તારમાં ગાયોને પકડી પાંજરાપોળમાં મુકવાના મામલે ચાલતા મનદુ:ખમાં ખેલાયેલા ધિંગાણામાં બે ભરવાડ યુવકની કરપીણ હત્યાના ગુંનામાં સંડોવાયેલા 13 શખ્સો બે શખ્સોને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરવાના આદેશની સાથે રૂા.2 લાખની વળતર ચુકવવાના હુકમને સુપ્રિમમાં પડકારતા ન્યાયમૂર્તિએ જામીનના તબક્કે અદાલતને કોઇ કાયદાકીય સત્તા નથી તેનો રીપોર્ટેબલ ચુકાવો આપ્યો છે.
અમરેલી ટ્રાફિક પોલીસને રેઢીયાળ ગાયો પકડી પાંજરાપોળમાં મૂકવામાં મદદ કરતા હોય જે બાબતે સારૂ ન લાગતા પાંચા ભીખા રાતડીયાએ વ્હોટેસએપ ગ્રુપમાં “ભરવાડના દિકરા હોય તો હવે ગાયો ભરવા જતા નહીં” તેમ કહી ભૂંડી ગાળો બોલી ઉશ્કેરણીજનક ઓડિયો કલીપો વાયરલ કરતા ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે વૈમનસ્ય ઉભું થયેલું અને તે શાંત પાડવા સમાજના આગેવાનો અને પોલીસ અધીકારીઓના કહેવાથી બન્ને જૂથો વચ્ચે સમાધાન માટે બેઠક મચ્છુમાં ની વાડી, સોમનાથ મંદિર પાસેની જગ્યામાં રાત્રીના મીટીંગ શરૂ થયાની સાથે જ ધર્મેશ ઉર્ફે ધમેન્દ્ર રાતડીયા અને ભીમા ભગુ રાતડીયા સહિત 13 શખ્સોએ (રહે. બધા અમરેલી) હુમલો કરી ગોવિંદભાઈ રામભાઈ ત્રાડ અને કિરણ ઉર્ફે કરશન નનુભાઈ મકવાણા નામના બે યુવાનોની હત્યા કર્યાની ફરીયાદ ભાવેશ વશરામએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જેલ હવાલે રહેલા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર જગદીશ રાતડીયા અને ભીમા ભગુ રાતડીયાએ હાઈર્કોટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી જે અરજી હાઈર્કોટે મંજુર કરી બંન્ને આરોપીઓને બેબે લાખ રૂપીયા મૃતકના પરીવારને આપવાની શરતે જામીન મુકત કરેલા હતા. હાઈકોર્ટે મુકેલી શરતો કાયદા મુજબની ન હોય બંન્ને આરોપી એ ઉપરોકત શરતો સર્વોચ્ચ અદાલતમાં પડારેલ હતી.
જે અરજી સર્વોચ્ચ અદાલતમાં સુનવણી અર્થે નિકળતા એડવોકેટ તુષાર ગોકાણીએ ઓનલાઈન માધ્યમથી હાજર રહી દલીલો કરી એવી રજુઆત કરેલ હતી કે કોઈપણ આરોપીને કેસ ચાલતા દરમ્યાન નિર્દોષ જ માનવો જોઈએ અને કેસ પુર્ણ થાય ત્યાર બાદ જો આરોપીને સજા કરવામાં આવે તો તેવી સજાનો ચુકાદો આપતા સમયે કેસ ચલાવનાર ન્યાયમૂર્તી ને ઉચીત લાગે તેવા કિસ્સાઓમાં જ આરોપી પાસે ભોગબનનાર પક્ષને વળતર ચુકવવાનો આદેશ કરી શકે જયારે જામીન અરજીના તબકકે આરોપી કસુરવાર છે કે નહિ તેનો નિર્ણય થઈ શકે નહિ જેથી વળતરનો હુકમ કરવા જામીન અરજીના તબકકે અદાલત પાસે કોઈ કાયદાયિ સતા રહેલ નથી. સજાના હુકમ બાદ સજ્જા સંદર્ભે સાંભળવામાં આવે ત્યારે જ અદાલત ફોજદારી કાર્યસંહિતાની કલમ-357નો ઉપયોગ કરી જરૂરી કિસ્સાઓમાં મૃતકના પરીવારને કે ભોગ બનનારને વળતર આપવાનો હકમ કરી શકે છે જયારે જામીનના તબકકે આવો કોઈ નિર્ણય કરવાની સતા અદાલતો પાસે હોતી નથી.
સર્વોચ્ચ અદાલતે આરોપી તરફે થયેલી રજુઆતો ગ્રાહય રાખી કાયદાના ઘડવૈયાઓ દ્વારા વળતરની જોગવાઈઓના સંબંધનો હેતુ સ્વયં સ્પષ્ટ છે કે કોઈ વ્યકિત વિરૂધ્ધ શરીર સંબંધી ગુન્હાનો આક્ષેપ કેસના અંતે જો પુરવાર થાય તો તેના કૃત્યના ભોગ બનનાર વ્યકિતઓને વળતર ચુકવવા જવ બદાર બને છે પરંતુ જામીન અરજીનો નિર્ણય કરતા સમય આવી વળતરની બાબતો નિષ્કૃત થઈ શકે નહી કારણ કે જામીન અરજીના તબકકે તો માત્ર આરોપીને કેસ ચાલતા સમય દરમ્યાન કસ્ટડીમાં રાખવા કે કેમ તેટલો જ નિર્ણય કરી શકાય અને હાઈકોર્ટ દ્વારા મૃતકોના વારસદારોને વળતર ચુકવવા સંબંધે જામીન અરજીમાં કરેલ હુકમ ટકવાપાત્ર ન હોય રદબાતલ કરવા આદેશ કરવામાં આવેલ હતો.
સુપ્રિમ કોર્ટના સીમા ચિન્હરૂપ રીપોર્ટેબલ ચુકાદાથી દેશભરની વિવિધ અદાલતોમાં શરીર સંબંધી ગુન્હાઓની જામીન અરજીનો નિર્ણય કરવાના તબકકે વળતર ચુકવવાનો આદેશ કરી શકાય કે કેમ તે સંદર્ભે લાંબા સમયથી ચાલતી કાનની ગડમથલનો અંત આવેલ છે. આરોપીઓ વતી અમરેલી સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, આસ્થા મહેરા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા અને અતુલ રોકાયા હતા .