અમેરિકાએ ઉતારા ભરી લેતા તાલિબાનોનો 85% અફઘાન પર કબજો; પ્રવાહી સ્થિતિ વચ્ચે ભારતે તમામ કર્મચારીઓ પાછા બોલાવી લીધા
ભારત-પાક વિદેશ મંત્રીઓની અફઘાનિસ્તાન મુદ્દે નિર્ણાયક બેઠક
અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો ના સૈનિકોની ઘર વાપસી લગભગ હવે પૂરી થવામાં છે ત્યારે અફઘાનિસ્તાન નો 85 ટકાથી વધુ કબજો તાલિબાનોના હાથમાં સરકી ગયો છે એક પછી એક વિસ્તારમાંથી અફઘાન સરકાર નો કાબુ ઓસરતો જાય છે અને મોટાભાગ નું અફઘાનિસ્તાન સરીયત ના કાયદાઓ ના હીમાયતી તાલિબાનો ના હાથમાં સરકી રહ્યું છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનને વિકાસની નવી ટોચે બેસારી ભારતના એક સારા મિત્ર તરીકે ગલે વગાડવાનું સપનું જોતા હતા અને ભારત સૌથી નજીકના પડોશી અફઘાનિસ્તાનને સરતાજ બનાવવાની તમન્ના રાખતું હતું એ જ અફઘાનિસ્તાન હવે ભારતના ગળાનું હાડકું બની રહી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
વડાપ્રધાન મોદીએ પોતાના શપથવિધિમાં નવાઝ શરીફ અને બ્રિટનના વડાપ્રધાન ના બદલે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ને અતિથિ વિશેષબનાવીને ભારતની બદલાયેલી નીતિને નો પરિચય આપ્યો હતો અફઘાન ભારત માટે ખૂબ જ મહત્વનું રાષ્ટ્ર માનવામાં આવે છે સર્વ દિવસ સુરક્ષા સાથે સાથે વેપાર વ્યવહારમાં પણ અફઘાનમાં ભારત માટે મોટી તકો રહેલી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની દાવેદારીને નાકામ બનાવવા માટે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના સિક્સ લેન કોરિડોર માટે મોટી રકમ ફાળવવામાં આવી હતી પાકિસ્તાનના ગ્વાદર બંદર સામે ભારતે ઈરાનના ચાબહાર બંદર નો વિકાસ કરી અફઘાનિસ્તાન થઈને ભારત વચ્ચેનો કોરિડોર નિર્માણ કર્યું છે ભારત અફઘાનિસ્તાન ને પોતાનું સત્તા જ બનાવીને રાખવા માંગતું હતું પરંતુ તાલિબાનોને લઈને અફઘાનિસ્તાન હવે ભારતના ગળાનું હાડકું બની ગયું હોય તેમ અત્યારની પરિસ્થિતિ ને લઈને ભારતેશનિવારે એક ખાસ વિમાન દ્વારા અફઘાનિસ્તાનમાં રહેલા ભારતના રાજદ્વારી કર્મચારીઓને પાછા બોલાવી લીધા હતા.
જોકે કાબુલમાં માત્ર નામ પુરતી ભારતની હાજરી માટે એલચી કચેરી ખુલ્લી રાખી છે વિદેશ મંત્રાલય આ અંગે જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સુરક્ષા અને સલામતી ના પરિમાણો ને ધ્યાને લઇ ભારત પોતાના તમામ કર્મચારીઓ ને પાછું બોલાવી રહ્યું છે અત્યારે અફઘાન સૈનિકો અને તાલિબાનો વચ્ચે કંધાર નજીક સંઘ ર્ષની સ્થિતિ ઊભી થઈ છે માત્ર મઝારે શરીફની એલચી કચેરી ચાલુ રાખવામાં આવી છે.
અફઘાનમાં ભારતના એલટી રહેલા રુદ્ર ટંડન અફઘાન ના સંરક્ષણ મંત્રી બિસમિલ્લાખાન મહંમદ સાથે સંપર્કમાં છે સરકારે ગુરુવારે સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા નો વિડીયો અપનાવ્યું હતું અને જલાલાબાદ સહિતના કેન્દ્રને અગાવત બંધ કરવાનો નિર્ણય કર્યો હતો નાટો અને અમેરિકા અફઘાનિસ્તાનને તાલિબાનોના હાથમાં રેઢું મૂકીને પલાયન થઈ રહ્યા છે.
ત્યારે આગામી દિવસોમાં અફઘાનિસ્તાન ની પરિસ્થિતિ વધુ વકરે તે નિશ્ચિત મનાઇ રહી હતી તે દરમિયાન ભારત અને પાકિસ્તાન ને પણ અફઘાનિસ્તાનની આ પરિસ્થિતિ અંગે વધુ ચિંતા ઊભી થઈ છે અને ભાવિ રણનીતિ માં બંને પડોશીઓ ની ભૂમિકા અંગે આ વર્ષે બીજી વાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકના શાહ મહમ્મદ કુરેશી વચ્ચે આગામી 13 અને 14 જુલાઈએ બેઠક યોજાશે જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગી પણ જુલાઈ તેવું દેખાઈ રહ્યું છે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી હનીફ આત્મા પાકિસ્તાન ભારત ચીન ના વિદેશમંત્રીઓની આ ગ્રુપ બેઠકમાં જોડાશે અફઘાનિસ્તાનનું ભવિષ્ય કેવા વળાંક લેશે તે હજુ અનિશ્ચિત છે.
ત્યારે ભારત અને પાકિસ્તાન ના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠક પણ સૂચક માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનની હાલત અત્યારે ખૂંખાર વરૂ ના ટોળાવચ્ચે ફસાઈ ગયેલા હરણ જેવી થઈ ગઈ છે કે તેનું ભવિષ્ય સંપૂર્ણપણે કુદરત પર આધારિત બની ગયું છે ભારત પોતાનું સરતાજ બનાવવા માંગતું અફઘાનિસ્તાન અત્યારે ભારત માટે ગળાનું હાડકું બની ગયું છે ભારત અફઘાનિસ્તાન ને છોડી પણ શકે તેમ નથી અને અત્યારની પરિસ્થિતિએ તેને વર્ગ વિગ્રહમાં ફસાતા બચાવી શકે તેમ નથી.