આલ્કોહોલએ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. એ બધા જાણે છે. આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ આલ્કોહોલનું સિમિત માત્રામાં સેવન સ્વાસ્થ્યને માટે જ નહીં પરંતુ સ્કીન માટે પણ ઘણુ લાભદાયી છે. આલ્કોહોલના ઉપયોગથી માત્ર ચહેરાની ધુળ-માટી જ નહીં પરંતુ બેદાગ નીખાર પણ આપી શકે છે. તો ચલો જાણીએ કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય…
૧- પાની અને વ્હીસ્કી
– વ્હિસ્કીમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. પોતાની ત્વચાને નીખારવા માટે એક અડધા કપ ભરેલા પાનીમાં બે ચમચી વ્હીસ્કી મેળવો. ત્યાર બાદ તેને ‚ની મદદથી ચહેરા પર લગાવ્યા બાદ તેને ૫ મીનીટ સુધી તેને રહેવા દો ત્યાર બાદ સાફ પાણીથી ચહેરો ધોઇ લો. આ રીતે તમારા ચહેરાની સ્કીનમાં એક અલગ ચમક આવશે.
૨- લીંબુ સાથે વ્હીસ્કી
– લીંબુએ આપણી સ્કીન માટે નેચરલ બ્લીચનું કામ કરે છે. બે ચમચી વ્હીસ્કીમાં લીંબુનો રસ ઉમેરી તેને ચહેરા પર લગાવાથી સ્કીન પર ઘણો ફર્ક દેખાશે.
આ મિશ્રણને ૧૫થી૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી ત્યાર બાદ સાફ પાણીથી ધોઇ લો. આ મિશ્રણની મદદથી ચહેરાની બે જાન ત્વચા પર એક નવી ચમક આવશે.
૩- દુધ સાથે વ્હીસ્કી
– દુધમાં લેક્ટીક એસીડ હોય છે. જે આપણી સ્કીનને નીખારવામાં મદદ કરે છે. દુધમાં ૪-૫ બુંદ વ્હીસ્કી ઉમેરી તેને ચહેરા પર લગાવો. આનાથી તમારા ત્વચામાં નીખાર કરવા માંડશે.