એક બાજુ વરસાદ ટપટપ ને બીજીબાજુ માખીઓ ગણગણ…
વરસાદની સિઝન શરૂ થતાં જ ઘરમાં અનેક પ્રકારના ઉદ્દભવી જીવોના રૂપમાં કીડા, મંકોડા દેખાવા લાગે છે. અને તેમાં પણ માનીઓ ત્રાસ વધારે અનુભવાય છે. ગૃહિણીઓએ ઘરમાં ગમે તેટલી સફા સફાઇ રાખી હોય પણ માખીની સમસ્યાથી છૂટકારો નથી મળતો, અને ખાદ્ય સામગ્રી પર બેસે છે. પરિણામે રોગચાળો વધે છે, અને કયારેક લોકો ફુડ પોઇઝનીંગનો શિકાર પણ બને છે. આજે આપણે ચોમાસામાં માખીઓથી બચવાના અને તેને દૂર ભગાવવાના ઉપાયો વિશે જાણીશું.
તુલસીના પાન:- તુલસીના પાનની સુગંધથી માખી દૂર ભાગે છે, તુલસીના પાનનું હોમ મેડ સ્પ્રે પણ બનાવી શકાય અને હવે તો માર્કેટમાંથી પણ સરળતાથી મળી જાય છે. ઘેર આ સ્પ્રે બનાવવા માટે તુલસીના 1ર થી 14 પાંદડાને ગરમ પાણીમાં પલાળીને થોડીવાર બાદ તેને મિકસ કરીને એક પેસ્ટ બનાવી લો ત્યારબાદ તેને ગાળીને તેનું સ્પ્રે તૈયાર કરીને બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરવાથી માખીઓથી છૂટકારો મળે છે.
જીંજર સ્પ્રે:- એક કટોરીમાં ચાર કપ પાણી લો તેમાં બે ચમચી સૂંઠ અથવા આદુની પેસ્ટ બનાવી લો, અને એક મિશ્રણ તૈયાર કરી લો અને ગાળીને એક બોટલમાં ભરીને જયાં માખીનો ઉપદ્રવ હોય ત્યાં છંટકાવ કરો જેથી માખીની સમસ્યાથી છુટકારો મળશે.
એસેંશિયલ ઓઇલ:- માખીઓને ભગાવવામાં મદદરૂપ એસેંશિયલ ઓઇલ સ્પ્રે માખીઓને ભગાવવામાં મદદ કરે છે. આ સ્પ્રે બનાવવા માટે તીવ્ર સુગંધ ધરાવતા કેટલાંક તેલોનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે લવીંગનું તેલ, અજમાનું તેલ વગેરે બનાવવા માટે તેલના 10 ટીપા લો તેમાં બે કપ પાણી અને બે કપ સફેો સરકો મિકસ કરો. હવે આ દરેક સામગ્રીને એક સાથે સરખી રીતે ભેળવી દો, ત્યારબાદ જયાં માખીઓ હોય ત્યાં આ સ્પ્રેનો ઉપયોગ કરીને માખીને ભગાડવામાં મદદ મળશે.
એપ્પલ સાઇડર વિનેગર અને નિલગીરીનું તેલ:- એપ્પલ સાઇડર નીલગીરીનું તેલ માખીઓ ભગાડવામાં મદદગાર છે. 1/4 કપ એપ્પલ સાઇડ વિનેગર લઇને 15-20 ટીપા નીલગીરીનું તેલ લો હવે બન્નેને એક સ્પ્રે બોટલમાં ભેળવીને મિકસ કરી લો, આ મિશ્રણનો ઉપયોગ ઘરમાંથી માખીઓને ભગાડવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
કપૂર:- કપૂરની સુગંધથી માખીઓ બહુ દુર ભાગે છે. કપૂરનું સ્પ્રે બનાવવા માટે 8-10 ટીકડીને પીસીને તેનો પાઉડર બનાવીને સ્પ્રે તૈયાર કરીને માખીઓ વધારે હોય ત્યાં છંટકાવ કરો.સંતરાની છાલનો ઉપયોગ:- સંતરાની છાલને સૂકવીને તેનો ઘુમાડો કરવાથી માખીઓ ભાગી જાય છે એ સિવાય સંતરામાં સૌદર્ય નિખારના પણ ગુણ રહેલા છે.