કલાકાર અભિનય કરતા હોય ત્યારે તેની ચોકકસ લય હોય, તે કયા સૂરમાં સંવાદ બોલે છે તે સમજવું જરૂરી સંગીતકાર-મેહુલ સુરતી
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 માં ગઈકાલે રંગભૂમિના સફળ સંગીત દિગ્દર્શક મેહુલ સુરતી જેમનો વિષય હતો અને નાટકના સંગીત પોતાના વિષય વિશે વાત કરતાં મેહુલભાઈ સરસ મજાની શરૂઆત કરી અને જણાવ્યું કે અવાજની પણ એક રેંજ હોય છે. કયા પ્રકારના વાદ્યનો ઉપયોગ કરવો કે જેથી કલાકારને તકલીફ ન પડે એ સવાલના જવાબમાં મેહુલભાઈ જણાવ્યું કે કલાકાર જ અભિનય કરતા હોય ત્યારે એની એક ચોક્કસ લય હોય છે. જેની ખબર રીહર્સલ દરમિયાન પડતી હોય છે. અને કલાકાર કયા સૂરમાં કયા લય સાથે સંવાદ બોલે છે એની ખબર પડે છે.
ત્યારે હું હેમર એક્શન જેને સિમ્પલ ભાષામાં સંતૂર, પિયાનો, સિતાર એવા વાદ્યો નો વપરાશ ઓછો કરું જે કલાકારના સંવાદ સાથે કાંતો મેચ થઈ જાય અથવા તો મેચ ન થાય. જો સંગીત મેચ થાય તો સંવાદ ન સંભળાય, અને મિસમેચ થાય તો પણ સંવાદ માં ફરક પડી જાય. ફિલ્મોમાં પોસ્ટ પ્રોડક્શન વખતે આ ભૂલો નિવારી શકાય છે. જ્યારે લાઈવ ચાલતા નાટકમાં સંગીત આપ્યા બાદ એ શક્ય નથી રહેતું. સંગીત દિગ્દર્શક અને મ્યુઝિક ઓપરેટરના સંબંધ વિશે વાત કરતાં મેહુલભાઈ એ જણાવ્યું કે સંગીત દિગ્દર્શક અને મ્યુઝિક ઓપરેટર ના સંબંધ કરતા મ્યુઝિક ઓપરેટર અને કલાકાર વચ્ચેના સંબંધ વધુ સારા હોવા જોઈએ.
જેથી કરીને કલાકારના સંવાદની રેંજ મ્યુઝિક ઓપરેટર નાટક દરમિયાન મ્યુઝિક આપે ત્યારે ખબર હોય. સાથે નિર્માતા અને દિગ્દર્શક સાથે પણ મ્યુઝિક ઓપરેટર રિલેશન સારા હોય તો જે જે થિયેટરમાં નાટક નું સંગીત ઓપરેટ કરવાનું હોય. ત્યાંની ભૂગોળ સમજી મ્યુઝિક ઓપરેટર સંગીત વધુ સારી રીતે ઓપરેટ કરી શકે છે. માઇમ નાટકમાં સંગીતનું સ્થાન શું ? એના વિષે મેહુલ ભાઈએ જણાવ્યું કે માઈમ નાટકમાં સંગીત જ સંવાદ હોય છે ત્યારે સંગીતકાર ને પોતાની ટેલેન્ટ બટાડવા નો અવસર મળે છે.
મેહુલ ભાઈએ આજે પોતાની સંગીત સફરની વાતોમાં બીજી ઘણી એવી વાતો કરી જે દરેક યુવા કલાકારે અને રંગભૂમિ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ સમજવી જોઈએ સાથે સાથે તેમણે પોતાના ફેન્સ અને મિત્રોના સવાલોના જવાબ પણ આપ્યા જે આપ કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો. આ શ્રેણીમાં આવનારા દિવસો નામાંકિત કલાકારો ગુજરાતી તખ્તાના વિવિધ પાસાઓની છણાવટ કરવા આવી રહ્યા છે ત્યારે આ શ્રેણી દરેક યુવા કલાકારે જોવી જરૂરી છે.
આજે લેખક-દિગ્દર્શક અને કલાકાર વિપુલ શર્મા
ગુજરાતી રંગભૂમિ-નાટકો-ફિલ્મો-ટીવી શ્રેણી જેવા વિવિધ પાસાઓ સાથે લેખક-દિગ્દર્શન અને કલાકાર તરીકે ખૂબજ જાણીતું નામ વિપુલ શર્મા આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં નાટક કેમ લખાય અને તેનું નિર્દેશન કેમ કરાય તે વિષયક ચર્ચા અને પાતેાના અનુભવો શેર કરશે. કલાકાર વિપુલ શર્મા ને નાટ્ય ક્ષેત્રનો ટ્રાન્સમીડીયા એવોર્ડ પણ મળેલ છે. તેમના ઘણા શ્રેષ્ઠ નાટકો તેના લેખન-દિગ્દર્શનથી હીટ થયા હતા. વિપુલ શર્મા ઘણા નાટકોમાં સુંદર અભિનય પણ કર્યો છે. આજનું એકેડેમીક સેશન યુવા કલાકારો એ ખાસ જોવા જેવું છે.
રવિવારે જાણીતા કલાકાર ગિરીશ સોલંકી લાઈવ આવશે
યુવા વયે જ ગુજરાતી રંગભૂમિ-નાટય લેખન સાથે ડિરેકશન સાથે અભિનયના ઓજસ પાથરીને ખૂબ ચાહના મેળવનાર ગિરીશ સોલંકી રવિવારે સાંજે 6 વાગે કોકોનટ થિયેટણની ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં લાઈવ આવીને દિગ્દર્શનના વિવિધ પાસાઓની છણાવટ સાથે તેમના અનુભવો શેર કરશે. ગીરીશ સોલંકી ખૂબજ સારા રાઈટર સાથે કાક્ષેત્રના વિવિધ પાસાઓનો સારો અનુભવ ધરાવે છે.