વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે રાજકીય નેતાઓ અલગ-અલગ રીતે વિરોધ પ્રદશન કરતાં હોય છે ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વ્રારા પણ સરકારની આંખ ઉઘાડવા માટે આજે અનોખુ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું છે.
બાબરા તાલુકામાં અસંખ્ય કોંગ્રેસ કાર્યકરોની હાજરીમાં શહેરના રાજ માર્ગો ઉપર જન ચેતના સાયકલ રેલી વિરજી ઠૂંમરની આગેવાનીમાં કાઢવામાં આવી હતી. સ્ટેટના રાજકોટ ભાવનગર રોડ ઉપર સરકાર વિરુદ્ધ ચુત્રોચ્ચારના નારા લગાવ્યા હતા.
ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમરના નેતૃત્વમાં જન ચેતના આંદોલનની રૂપરેખા તાલુકાના શહેરી વિસ્તારોમાં બે દિવસ પહેલા જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું .ધારાસભ્ય ઠુંમરે જન ચેતના સાયકલ રેલી સાથે આંદોલન કરી સરકારની આંખ ઉધડવા માટે સમગ્ર તાલુકાની જનતા જોગ આહવાન કરતા બાબરા લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને સાથે સાયકલ રેલી યોજીને રસ્તા રોકી જન ચેતના આંદોલન કરી ભાવ વધારો પરત ખેંચવા બુલંદ