મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ આજે માનસીક સ્થિતિ પર સંયમ રાખવા માટે ગુસ્સા પર કાબૂ રાખવો. નકારાત્મક વિચારોનો આજે ત્યાગ કરો અને એવા લોકોથી દુર રહો, જેમની ખરાબ આદતો તમને નુકશાન પહોંચાડી શકે છે. કોઈ ત્રીજા વ્યક્તિની દખલઅંદાજીના કારણે જીવનસાથી સાથે આજે વાદવિવાદ થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ પાસેથી આશા અનુસાર, સહયોગ મળશે નહીં તેથી આત્મનિર્ભર બનીને જ બધા જ કાર્યોને પાર પાડો . પોતાની વ્યક્તિગત જાણકારી ગોપનીય રાખો ખાસ કોઈ સાથે શેર ના કરશો.
વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારા નબળા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું નહીં તથા વ્યસન કરવાથી બચવું. ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં આજે તમે ફસાઈ શકો છો તેથી આજના દિવસમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરવામાં સાવધાની રાખવી. તમારા માતા-પિતાની તબીયત તણાવનું કારણ બની શકે છે. ધરેલુ જવાબદારી અને રૂપિયા-પૈસાના વાદ-વિવાદમાં જીવનસાથી સાથે મનદુખ થઈ શકે છે. તમારા કામની ગણવત્તા જોઈ તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી પ્રભાવિત થઈ શકે છે. વાતચીત કરતા સમયે શબ્દોનો પ્રયોગ સમજી વિચારીને કરવો.
મિથુન રાશીફળ – આ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન માનસિક મેળવવા માટે હનુમાનજીની પુજા અર્ચના કરવી. જીતનું જશ્ન તમારા દિલને ખુશીથી ભરી દેશે. મનોરંજન અને એશોઆરામના સાધનો પર વધારે ખર્ચ ન કરશો. જો તમે વ્યવસાયીક અંદાજ કોઈની સામે રાખશો તે કરિયરમાં ફેરફારની દ્રષ્ટીએ લાભદાયક રહેશે. આજે તમારી કોઈ સલાહ માંગે તો અચકાશો નહીં, તમારા વખાણ થશે. જીવનસાથી તરફથી સારો સહયોગ પ્રાપ્ત નહીં થાય.
કર્ક રાશીફળ – માનસિક શાંતી માટે તણાવના કારણને આ રાશિના જાતકોની આજે તબિયત બગડી શકે છે. પહેલાની યોજનાઓમા કરેલું રોકાણ હવે ફાયદો અપાવી શકે છે અને તાજા આર્થીક નફો મળી શકે છે. આજના દિવસે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર હશો અને સફળતા તમારી પહોંચમાં હશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો, જેથી ભવિષ્યમાં પછતાવવું ના પડે તેનું ધ્યાન રાખવું. વૈવાહિક જીવનની દ્રષ્ટીએ આજનો દિવસ થોડો મુશકેલ છે.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકોને તેમની ઊંચી બોદ્ધિક ક્ષમતાઓ સહકર્મીઓ સાથે હરિફાઈમાં સહાયતા કરશે અને કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થશે. માત્ર સકારાત્મક વિચારોથી જીત મળી શકશે. આજના દિવસે તમારા ખર્ચા મંથલી બજેટને બગાડી શકે છે. તમારા જીવનસાથી સાથે સમય વીતાવવાની જરૂરત છે જેથી તેની સાથેના સબંધો વધુ મજબૂત બને. ભાગીદારીની યોજના સકારાત્મક પરિણામને બદલે પરેશાનીઓ આપી શકે છે.
કન્યા રાશીફળ – ગર્ભવતી મહિલાઓ માટે સાવધાની રાખવાનો દિવસ છે, પોતાના બાળકના સારા સ્વાસ્થ્ય તેમણે હનુમાનચાલીસાનો આજે જાપ કરવો. માત્ર હોશિયારી પૂર્વક કરેલું રોકાણ ફળદાયી રહેશે, જેથી તમારી મહેનતની કમાણી સમજી વિચારીને ખર્ચ કરો. પારિવારિક જવાબદારીથી ભાગવાની કોશિસ ન કરશો, નહીં તો તણાવનું કારણ બની શકે છે. નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનું સાધન બની શકે છે.
તુલા રાશીફળ – સ્વયંને શાંત બનાવી રાખો કેમ કે, આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને પોતાના ગુસ્સા પર કાબુ રાખવો. દિવસ આગળ વધતા નાણાકીય સ્થિતિમાં સુધાર જણાશે. આજના દિવસે કોઈ એવા સારા સમાચાર મળી શકે છે, જેથી પુરો પરિવાર ખુશ થઈ જશે. નોકરો અને સહકર્મીઓથી પરેશાનીની સંભાવનાને નજરઅંજાજ ન કરશો.
વૃશ્ચિક રાશીફળ – આ રાશિના હૃદય રોગીઓ માટે વ્યસન છોડવા માટેનો આજનો દિવસ શુભ છે . કારણ કે, હવે વ્યસનનો વધુ પડતો ઉપયોગ નુકશાન પહોંચાડી શકે છે. આ રાશિના જાતકો માટે આજે દાન-પુણ્ય કરવા માટેનો દિવસ શુભ છે. બેન્ક સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. તમારા જીવનસાથીનો મૂડ ખરાબ રહી શકે છે.
ધન રાશીફળ – કામનું દબાણ વધતા તમે માનસિક અશાંતી અનુભવશો. ભાગીદારીવાળા વ્યવસાય અને ચાલાકીભરેલી આર્થીક યોજનાઓમાં રોકાણ ન કરવું. ખોટી વાતને ખોટા સમયે કહેતા આજે બચવું. જેને તમે પ્રેમ કરો છો, તેનું દિલ ના દુખાવશો. કાર્યક્ષેત્રમાં તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરી શકે છે, જેથી તૈયાર રહો અને પ્રતિક્રિયા ના આપો. ભરપુર રચનાત્મક અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ આપી શકે છે.
મકર રાશીફળ – આજે તમારા વિચારોને સકારાત્મક રાખો, નહીં તો નિશક્રિયતાનો શિકાર બની શકો છો. આજનો દિવસ તમારા માટે વધારે લાભદાયી નથી – જેથી પોતાના ખીસ્સા પર નજર રાખો અને વધારે ખર્ચ ન કરો. પાડોશીઓ સાથે ઝગડો તમારો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ તમારા પર સંયમ રાખો. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો, જે તમને આશા કરતા સારો ફાયદો અપાવી શકે છે. આજે તમારા પરિવારને સારી રીતે સમય આપશો
કુંભ રાશીફળ – . જિંદગી સારી જીવવા માટે તમારી મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. બેન્ક સાથે જોડાયેલા કામ અને લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરત છે. કાર્યસ્થળ પર જો તમે એકાગ્રતા નહીં બનાવી રાખો તો તમારે પદ ગુમાવવાનો વારો આવી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગ તરફ લઈ જવા માંગે છે અથવા ખોટી જાણકારી આપી તમને ઉકસાવવાની કોશિસ કરે છે.
મીન રાશીફળ – તમારી ખુશી બીજા સાથે વહેંચવાથી દિવસ સારો રહેશે. જો તમે આજે લાંબા સમય માટે રોકાણ કરશો તો ફાયદો સારો થઈ શકે છે. આજે તમારો ઉર્જા ભરેલો વ્યવહાર તમારી આસ-પાસના લોકોને ખુશ કરી દેશે. તમારા જીવનસાથીનો સ્વભાવ તમને આજે પરેશાન કરી શકે છે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીના કારણે તમારૂ કામ સરળતાથી થઈ જશે