મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમ “મોકળા મનમાં” એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના કારણે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે તેમને સહાય મળે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને દર મહિને રૂપિયા 4000 આપવાની ગુજરાત સરકારની નીતિ છે. આ નવા અમલમાં આવેલા કાયદા મુજબ જે તેમણે માતા પિતાની છાયા ગુમાવી હોય તેવા ગુજરાતના તમામ 21 વર્ષ સુધીના બાળકોને એક મહિને ચાર હજાર રૂપિયાની સહાયની જોગવાઈ કરી છે.
થોડા દિવસો પહેલા આ નિયમમાં માત્ર ૧૮ વર્ષ સુધીની વય સુધીની વય મર્યાદા ધરાવતા લોકોને સહાય આપવાની વાત કરી હતી, પરંતુ હવે નવા આવેલા ફેરફાર મુજબ વયમર્યાદા વધારીને 21 કરાય છે. તેથી ગુજરાતમાં તમામ લોકો કે જે ૨૧ વર્ષ સુધીના છે અને કોરોનાના કારણે માતા [પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર બન્યા છે તેમને ગુજરાત સરકાર પડખે ઊભા રહીને મદદ કરશે તેવું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવેલ હતું.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માતા કે પિતા બન્નેમાંથી કોઇ એક મૃત્યુ પામ્યું હોય, તો તેવા ૧૮ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતાને આ યોજના અંતર્ગત આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર ગુજરાત સરકાર મદદ કરશે. અત્યાર સુધીમાં કુલ ૩૩ જિલ્લામાં 776 નિરાધાર બાળકોને ૩૧ લાખ ચાર હાજર રૂપિયાની સહાય કરવામાં આવી હતી.