કેશોદ, જય વિરાણી
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની પધરામણીના દિવસો પાછળ ધકેલાયા છે અને આ વર્ષે મેઘરાજા પાસેથી લોકોને જુદી જુદી માંગ છે. વરસાદ પાછળ જવાના લીધે વેપારીઓ અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે .મેઘરાજા વર્ષોથી જગતના તાત ખેડુત માટે ભગવાન તરીકે વર્તે છે. ત્યારે આ વર્ષે મેઘરાજા કેમ છે તે લઈને બધા લોકોના મન માં મૂંઝવણ છે અને આ મૂંઝવણ ને દૂર કરવા માટે લોકો બનતા પ્રયત્નો કટી રહ્યા છે લોકોના આ પ્રયત્નો થી રૂથયેલા મેઘરાજા ફરીથી બેઠા થશે કે નહિ તે જોવું બાકી રહ્યું.
ત્યારે કેશોદ શહેરમાં મેઘરાજાને રીઝવવા વિવિધ વેપારી સંગઠનો દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું છે. કેશોદ શહેરમાં જુનાં પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરથી જલારામ મંદિર આંબાવાડી કેશોદ સુધી ભજન કીર્તન કરતાં કરતાં મેઘરાજાને રીઝવવા પદયાત્રા યોજવામાં આવી છે. આ પદયાત્રા તા ૧૧ જુલાઈને રવીવારે સાંજે ચાર કલાકે કાઢવાનું નક્કી કર્યું છે. કેશોદ પ્લાસ્ટિક એશોશીએસન, કેશોદ મોબાઈલ એશોશીએશન અને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળનાં હોદેદારો અને આગેવાનો આ પદયાત્રામાં જોડાશે.
કેશોદ વિશ્વ હિન્દુ પરિષદનાં મેહુલભાઈ ગોંડલીયા, કેશોદ મોબાઈલ એશોશીએશનનાં પ્રમુખ રાજુભાઈ બોદર અને કેશોદ પ્લાસ્ટિક એશોશીએસનનાં મિતલભાઈ પલાણ, હરેશભાઈ કારીયા,તેજશભાઈ બુધ્ધદેવ અને જયેશભાઈ કારીયા ઉપરાંત શ્રી જલારામ મંદિરનાં રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર સહિતના ટ્રસ્ટીઓ દ્વારા સર્વે ભાવિકો ભક્તોને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ પધારવા અપીલ કરી છે.