મોદી સરકારના બીજા કાર્યકાળના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ થયુ છે. ત્યારે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને હાલ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા રાજ્યમંત્રી મનસુખ માંડવીયાને પ્રમોશન આપી કેબીનેટમાં સ્થાન નિશ્ચિત કરાયું છે. તો આ સાથે રાજ્ય કૃષિમંત્રી પરષોતમ રૂપાલાને પણ કેબિનેટમાં સ્થાન અપવાનું નિશ્ચિત છે. આ ઉપરાંત ગુજરાતના નવા 3 ચહેરાઓ કે જેમનું પણ કેબિનેટમાં સ્થાન નિશ્ચિત છે. જેમાં દર્શના જરદોશ, ડો.મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌધરીનો સમાવેશ છે. આમ ગુજરાતના કુલ પાંચ મંત્રીઓને મોદીની નવી ટીમમાં સ્થાન અપાય તેવી પ્રબળ સંભાવના છે.
કોણ છે ગુજરાતના નવા 3 ચહેરા કે જેમનું મોદી કેબિનેટમાં સ્થાન નિશ્ચિત
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌધરીને સ્થાન અપાય તેવી પ્રબળ શકયતા છે. નવા મંત્રી મંડળમા ઓબીસી સમાજનો દબદબો વધે તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે મંત્રી મંડળમાં 27 ઓબીસી મંત્રીઓ, 12 એસસી મંત્રીઓ અને 7 એસટી મંત્રીઓ રહેશે. જ્યારે કેબીનેટમાં 18 પૂર્વ રાજ્યમંત્રી સામેલ છે.
વર્ષ 2022માં 8 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણોના સોગઠા ગોઠવી કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મંત્રી મંડળમાં નવા 43 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 58 વર્ષ કે તેથી વધુની વયમર્યાદા ધરાવતા એકપણ સાંસદનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
હાલ મોદી મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા પુરુષોત્તમભાઈ રૂપાલાને બઢતી આપી તેમનું નામ કેબીનેટમાં સુનિશ્ચિત કરાયું છે. આ ઉપરાંત બંદર મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સંભાળતા મનસુખ માંડવીયાને પણ પ્રમોશન આપવામાં આવે તેવી તીવ્ર શકયતા છે.
કેન્દ્રીય મંત્રીઓ પાસેથી લેવાયા રાજીનામાં
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના મંત્રી મંડળના વિસ્તરણ પૂર્વે અત્યાર સુધીમાં10 સીનીયર મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે. જેમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી પ્રકાશ જાવડેકર, શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ, સદાનંદ ગૌડા, સાતુંનુ ઠાકુર, સંજય ધોત્રે, સંતોષ ગંગવોર, દેવોશ્રી ચૌધરી, રાવસાહેબ દાનવે અને થાવરચંદ ગેહલોતનો સમાવેશ છે.