વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી મોદી સરકાર દ્વારા નવા કૃષિ કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે. પરંતુ આ કૃષિ સુધારણા બિલે દેશભરના ખેડૂતોમાં વિરોધસુર ફેલાવ્યો છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતો નવા કૃષિ કાયદાનો વિરોધ હજુ પણ રાજધાની દિલ્હીમાં શરૂ જ છે.
મહારાષ્ટ્ર સરકારે ખેડુતલક્ષી નિર્ણયો જારી કરી કેન્દ્રને ભીડવ્યું !!
કેન્દ્ર કરતા અનેકગણા સારા કૃષિ કાયદા અમે અમલમાં મૂકીશું: મહારાષ્ટ્ર સરકારે રજૂ કર્યા ત્રણ નવા ખેત બીલ
આ આગ થમવાનું નામ જ નથી લઈ રહી. આંદોલનકારીઓ નવા બિલ પાછા ખેંચોની માંગ પર અડગ છે જયારે કેન્દ્ર સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. આવામાં કેન્દ્રના આ નવા ત્રણ બિલ વિરુદ્ધ પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પોતાના રાજ્યમાં નવા બિલ તૈયાર કર્યા છે. શિવસેના પ્રેરિત મહારાષ્ટ્ર વિકાસ અગાડી સરકાર દ્વારા તાજેતરમાં નવા ત્રણ બિલનો ડ્રાફ્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
જેમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂત લક્ષી નિર્ણય જાહેર કરી કેન્દ્ર સરકારને ભીડવી છે. આ નવા ત્રણ બિલને રજૂ કરતા મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે અમે કેન્દ્ર સરકાર કરતા વધુ ટેકાના ભાવ ખેડૂતોને આપીશું. તેમજ ખેડૂતોને ખોટી રીતે કનડગત કરતા અને પૈસાના ચૂકવણાંમાં મોડુ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરીશું. આ માટે બિલમાં આવા વેપારીઓને ત્રણ વર્ષની જેલની સજા અથવા પાંચ લાખનો દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ લઘુતમ ટેકાના ભાવથી નીચેની કિંમતએ ખરીદ વેચાણ કરતા તમામ વ્યવહારો રદબાતલ ગણાશે તેમ પણ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લાયસન્સ વગરના ખરીદી કે વેચાણ કર્તાઓને ગેરકાયદે ઠેરવવાનો પણ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખટઅ સરકાર દ્વારા તૈયાર કરાયેલા 3 કૃષિ બીલના મહત્વના મુદ્દા
- કેન્દ્ર સરકાર કરતા વધુ MSP આપવાની જાહેરાત
- લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરી ખેડુતોના દીલ જીતવાના પ્રયાસ
- ખેડુતોને સમયસર ચૂંકવણું નહીંતર જેલની સજા
- 7 દિવસમાં ચૂકવણું નહીં થાય તો વેપારીને 5 લાખનો દંડ અથવા 3 વર્ષની જેલ અથવા બંને સજા ફટકારાશે
- લઘુતમ ટેકાના ભાવથી નીચેના ખરીદ-વેચાણરદબાતલ ગણાશે.