શહેરને ઝડપી કોરોના મુક્ત કરી શકાય અને રાજકોટમાં 100 ટકા વેક્સીનેશન ઝડપી બનાવી શકાય તેવા માટે મહાપાલિકા દ્વારા પુરજોશમાં વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે. મનપાના આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહીત મ્યુનિ. કમિશનર અમિત અરોરા પણ વેક્સીનેસન કામગીરી ઝડપભેર આગળ ધપે તે માટે સતત કાર્યશીલ છે.
આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી નિહાળતા અમિત અરોરા
આજે મ્યુનિ. કમિશનરે મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનીટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેક્સીનેશનની કામગીરી રૂબરૂ નિહાળી હતી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 727146 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ કુલ 206520 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે.
નાગરિકોને તુર્ત કોરોના રસી મળી જાય તે માટે કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનામાં કામગીરી કરતા મહાનગરપાલિકાના સ્ટાફ/રિસોર્સ વધારવા અને ઓન ઘ સ્પોટ રજિસ્ટ્રેશનના હાલ બે કાઉન્ટર છે જે વધારીને ચાર કરવા મ્યુનિ. કમિશનરે અધિકારીને સુચના આપી હતી તેમજ મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર સામેના કોમ્યુનીટી હોલ ખાતે ચાલી રહેલા વેક્સીનેશન કામગીરીની પણ સમીક્ષા કરી હતી.