૧૩૦૦ કિલોમીટરની સફર કરીને પર્સીઅન ગલ્ફમાંથી ભારત સુધી નેચરલ ગેસ પહોંચશે
ઇરાનથી દરિયાઇ પાઇપ લાઇન દ્વારા ભારતને સસ્તો ગેસ મળશે.
અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે ઇરાનથી જે ગેસ ભારતમાં નિકાસ થાય છે તે મોટાભાગે ફર્ટિલાઇઝર અને પાવર સેકટરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અન્ડર સી એટલે દરિયાઇ પાઇપ લાઇન થકીગેસ ભારતમાં પહોંચશે.
૧૩૦૦ કિલોમીટર દરિયાઇ પાઇપ લાઇન થકી પર્સીઅન ગલ્ફમાંથી ભારત સુધી પહોંચશે. વરીષ્ઠ અધિકારી ટી.એન. રાવે જણાવ્યું હતું કે પ થી ૫.૫૦ બિલિયન ડોલરના ખર્ચ થકી આ પ્રોજેકટ પૂરો થશે. સાઉથ એશિયન ગેસ એન્ટરપ્રાઇસ પ્રાઇવેટ લીમીટેડના એડવાઇઝરી બોર્ડના ચેરમેને કહ્યું કે ઇરાનથી ઓમાન અને ઓમાનથી પોરબંદર આ ગેસ પહોંચશે.
ઇરાનથી ભારતમાં ૩૧.૫ મિલિયન સ્ટાન્ડર્ડ કયૂબિક મીટર ગેસ પ્રતિ વર્ષ પહોંચશે. આ પાઇપ લાઇન ચાબહાર પોર્ટ ૮ કુહ-એ. મુબારક થી પોરબંદર સુધીની છે. તુકેમેનિસ્તાનથી પાઇપ લાઇન થકી ઇરાનમાં ગેસ પહોંચશે.
આ સિવાય કતારથી ભારતમાં ગેસ આયાત કરવાનો પ્રોજેકટ વિચારાધીન છે. ઇરાનથી આયાત કરાયેલો ગેસ ભારતમાં એલ.એન.જી. સાથે હરીફાઇમાં ઉતરશે.
ઇરાન, ઓમાન વિગેરે નેચરલ ગેસના મોટા નિકાસકાર છે. આ દેશ વિશ્ર્વભરમાં ગેસની વિવિધ સ્ત્રોત થકી નિકાસ કરે છે. અગાઉ ૨૦૦૭માં ઇરાનથી ભારતમાં વાયા પાકિસ્તાન પાઇપલાઇન દ્વારા ગેસ આયાત કરવાનો પ્રોજેકટની દરખાસ્ત મળી હતી પરંતુ તેનો ખર્ચ વધી જતો હતો. વર્તમાન પ્રોજેકટ કરતા તેનો ખર્ચ લગભગ દોઢ ગણો હતો આથી ૭.૬ બિલિયન ડોલરનો આ પ્રોજેકટ આગળ વધી શકયો ન હતો.