કોરોનાકાળે ક્રિકેટ જગતમાં જાણે ડેરો જ જમાવેલો હોય એમ ઘણા ક્રિકેટરો, અને ગ્રાઉન્ડ સ્ટાફને ભરખી ગયો છે ત્યારે હાલમાં જ શરુ થનાર પાકિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ શ્રેણીમાં કેપ્ટ્ન સહીત ત્રણ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે 7 ટિમ મેમ્બર પણ સપડાયા છે, આગામી 8 જુલાઈના રોજ પાકિસ્તાન વિરુદ્ધ 3 વનડે અને 3 T -20 સિરીઝ શરુ થવાની છે ત્યારબાદ ઓગસ્ટમાં ભારત વિરુદ્ધ 5 ટેસ્ટ મેચ રમશે.
પાકિસ્તાન વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડ પોતાની આખી નવી ટીમ ઉતારશે. આ ટીમની કેપ્ટનશિપ ઇંગ્લેંડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આપવામાં આવશે. રેગ્યુલર કેપ્ટન મોર્ગન છે, પરંતુ હજી સંક્રમિત ખેલાડીઓનાં નામમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના અનુસાર, ચેપગ્રસ્ત ખેલાડીઓ અને સ્ટાફને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અન્ય ખેલાડીઓ અને સ્ટાફ પણ તેમના સંપર્કમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તેમને 10 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બેન સ્ટોક્સ ઈજામાંથી સાજા થયા પછી કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની પ્રથમ વન-ડે મેચ માટે નવી પ્લેઇંગ -11 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભારતે ટીમ ઇંગ્લેન્ડ વિરુધ્ધ તેમના જ ઘરઆંગણે 5 ટેસ્ટની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં રમાશે. 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં યોજાશે. તમામ ભારતીય ખેલાડીઓ હાલ તેમના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં ફરી રહ્યા છે. શ્રેણીના થોડા દિવસો પહેલાં તેમને પાછા બોલાવામાં આવશે. તેમને આઇશોલેશનમાં રાખી બાયોબબલમાં પ્રવેશ કરાવવામાં આવશે.
કોચ કોલિંગવુડ સહિત આઇસોલેશન થનારી ઇંગ્લેન્ડની ટીમના નામ આ પ્રમાણે છે. ઓએન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો (વિકેટકિપર), ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ (વિકેટકિપર), જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, ટોમ કરન, લિયામ ડોસન, જ્યોર્જ ગર્ટન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ , જો રુટ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
વન-ડે સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ માટે પાકિસ્તાન ટિમના નામ પણ બહાર પડાયા છે જે આ રીતે છે . બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપ-કપ્તાન), અબ્દુલ્લા શફીક, આગા સલમાન, ફહિમ અશરફ, ફખર ઝમાન, હૈદર અલી, હરીસ રઉફ, હારીસ સોહેલ, હસન અલી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), સરફરાઝ અહેમદ (વિકેટકિપર), સૌદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, સોહૈબ મકસૂદ, ઉસ્માન કાદિર.