આ શાળામાં ભારતની ખ્યાતનામ એજયુકેશન કંપની લીડ સ્કુલનો અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે: તાલુકા મથકના વિદ્યાર્થીઓને ઘર આંગણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપતી શાળા
ઉપલેટાની ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કુલે રાજયમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ શાળામાં ભારતની ખ્યાતનામ એજયુકેશન કંપની લીડ સ્કુલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
ઈગ્લીશ મીડીયમ નર્સરી ગ્રેડ 2 માટે સ્કુલમાં ભારતની ખ્યાતનામ એજયુકેશન કંપની લીડ સ્કુલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજયમાં એજયુકેશનમાં ત્રીજા ક્રમે આવી છે.
ગુજરાતમાં જયા જયાં લીડ સ્કુલનું ટાઈઅપ છે તેમાંથી આ ક્રમાંક આપવામાં આવે છે. ખાસ કરીને મેગા સીટીમાં આ ટાઈઅપ વધુ હોય છે. આ દરેકની વચ્ચે ઉપલેટાની આ સ્કુલ રિમોટ એરિયા તાલુકા મથકમાં છે છતા પણ મેગા સીટીની સ્કુલમાંથી ત્રીજો ક્રમ મેળવ્યો છે.
સ્કુલ માટે અને સમગ્ર ઉપલેટા માટે આ ગર્વની વાત છે કે ઉપલેટાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે છે.
આ સફળતાનો સમગ શ્રેય લીડ સ્કુલના ટીચર્સ અને તેમને માર્ગદર્શન આપતા પ્રિન્સિપાલ મિસ માધુરી મોતીવરસ છે. આ ટીમ છેલ્લા 6 મહિનાથી લીડ સ્કુલના ટ્રેનર સીબીન સર અને દિવ્યરાજસર પાસેથી સતત ટ્રેનીંગ લઈને આગળ વધી રહી છે.
સફળતાની આ ક્ષણે સ્કુલના ચેરમેન શકિતસિંહ રાઠોડ અને ડિરેકટર રાજેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર લીડ ટીમને અભિનંદન આપ્યા હતા. શિક્ષણની સફળતાના સાચા શિલ્પી તરીકે ગણાવ્યા.