સાત ગેસ સિલિન્ડર અને મોટર સહિતના સાધનો કબ્જે કરાયા
ગુલાબનગર વિસ્તારમાં સબસીડીવાળા ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરોના રિલીલીંગ કરતા ગેસનું કૌભાંડ પોલીસે પકડી પાડયું છે. પોલીસે સ્થળે ઉપરથી સાત ગેસ સિલિન્ડરનો મુદામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી ખુલવા પામી છે.
ગુલાબનગર વિસ્તારમાં જૂની શાક મર્કેટ શ્રીરામ એન્ટરપ્રાઇઝવાળી શેરીમાં આવેલા ગંગા નિવાસ નામના મકાનમાં અમુક શખ્સો ગેસ રિફિલીંગ કૌભાંડ આચરતા હોવાની સીટી બી ડિવિઝન પોલીસને હક્કિત મળી હતી. આ હક્કિતના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગંગા નિવાસ નામના મકાનની તલાશી લેતા અંદર મકાનના માલિક મનીષ ગોરધનભાઇ નડિયાપરા અને તેના ભાઇ ધર્મેન્દ્રભાઇ ગોરધનભાઇ નડિયાપરા ગેરકાયદેસર રીતે સબસીડીવાળ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફીલીંગ કરી કૌભાંડ આચરતા હોવાની હક્કિત સામે આવી હતી.
આ હક્કિતના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી સાત ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરવાળી નળીઓ તથા ડિઝીટીલ વજન કાંટા સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસેે આ મુદામાલ કબ્જે લઇ બન્ને ભાઇઓની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.