અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ખાતેથી દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે અનેક ગરીબ પરિવારોના મકાનો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે જેને લઇને ભારે ઉહાપો સુરેન્દ્રનગર પંથકમાં જોવા મળી રહ્યો છે.
એક તરફ સરકાર દ્વારા જે લોકોને મકાનો ન હોય તેવા પરિવારોને પ્લોટની ફાળવણી કરી અથવા તો આવાસ યોજનામાં તેમને મકાનો આપવામાં આવી રહ્યા છે બીજી તરફ શહેરી વિસ્તારોમાં કે જે કોઈ દબાણમાં આવતા નથી તેવાના વર્ગના પરિવારોના ઝુંપડા પાડવાનો તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે શહેરી વિસ્તારોમાં આવેલી કરોડો રૂપિયાની જમીનો છે જે સરકારની છે તે છતાં પણ લોકોએ કબજો જમાવી લીધો છે અને કરોડો રૂપિયા પણ ઉપજાવી નાખ્યા છે.
તેવી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે તંત્ર કરી રહ્યું હોય તેવા આક્ષેપો હાલમાં સુરેન્દ્રનગર શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે બીજી તરફ કાલે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર થી અંદાજે 50થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે તે એક સામે સારી બાબત છે પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર અનેક એવી દુકાનો અને મકાનો ઉભા છે કે જે દબાણ કરી રહ્યા છે આગામી દિવસોમાં તંત્ર આવા મકાનો અને દુકાનો દૂર કરી શકશે કે કેમ તે હવે શહેરીજનોમાં સવાલ ઊભો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર હટાવવામાં આવેલ આ દબાણમાં અનેક નાના પરિવારના ઝૂંપડાઓ પાડી દેવામાં આવ્યા છે અને તેમને ઘર વગરના કરી નાખવામાં આવ્યા છે જેને લઈને હાલમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે શહેરી વિસ્તારોમાં સરકારની કરોડો રૂપિયાની જમીનમાં કોમ્પ્લેક્સ બનાવી અને રાજકારણીઓ દ્વારા વેચી નાખવામાં આવ્યા છે તો જિલ્લા કલેકટર આ મામલે તપાસ કામગીરી કરાવી અને આવા કોમ્પ્લેક્સોં હટાવી શકે કેમકે હવે જોવું રહ્યું.