રાજ્યમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરને પહોંચી વળવા સાથે 300 ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1800 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરવાના લક્ષ્યમાંથી રાજ્યમાં 175 થી વધુ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોટાદ જિલ્લાના કમ્યુનિટી હેલ્થ સેન્ટર-ગઢડા ખાતે નવા બનેલા ઙજઅ ઓક્સિજન પ્લાન્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે જણાવ્યું હતું કે “સામાન્ય દિવસોમાં, પ્રાણવાયુની માંગ લગભગ 100 મેટ્રિક ટન રહે છે. પરંતુ કોરોનાની બીજી લહેરના સમયે, તબીબી ઓક્સિજનની માંગ વધીને 1200 મેટ્રિક ટન થઈ હતી. ઓક્સિજનની મોટી સંખ્યામાં માંગ હોવા છતાં, ગુજરાતમાં એક પણ દર્દી ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યો નથી. ગુજરાત સરકારે વ્યવસ્થિત આયોજન દ્વારા હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજનનો પુરવઠો જાળવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં કોરોનવાયરસની બીજી લહેર સંપૂર્ણ લોકડાઉન કર્યા વિના કાબૂમાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ગુજરાતે સફળતાપૂર્વક નિયંત્રિત કરી છે. રાજ્યના 8 લાખ લોકો સાજા થવાની સાથે સાજા થવાનો દર પણ 98 ટકા પર પહોંચી ગયો છે. ગઈકાલે 70 કેસ નોંધાયા હતા, જે આંકડો અગાઉ 14000 સુધી પહોંચી ગયો હતો.
“અમે પ્રાર્થના કરીએ છીએ કે કોરોનાની ત્રીજી લહેર ન જ આવે. અને જો, ત્રીજી લહેર આવે છે, તો પણ વધુ લોકોને ચેપ ન લાગે તે માટે અમે જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ”,
હાલ બોટાદમાં 2 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. 22 લાખના ખર્ચે બનાવેલ ગઢડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્લાન્ટ પ્રતિ મિનિટ 150 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરશે. જે ગઢડાના આજુબાજુના 80 ગામોના લોકોને જરૂરિયાત સમયે લાભ કરશે.