પર્ફોર્મન્સ કેમિકલ્સ (એટલે કે MEHQ, BHA અને AP), ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ (એટલે કે ગુઇઅકોલ અને DCC) અને એફએમસીજી કેમિકલ્સ (એટલે કે 4-MAP અને એનિસોલ) જેવા મહત્વપૂર્ણ સ્પેશિયાલ્ટી કેમિકલ્સનુ ઉત્પાદન કરતી ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી લિમિટેડના ઇક્વિટી શેરનો આઇપીઓ (આઇપીઓ/ઓફર) 07 જુલાઈ, 2021ના રોજ ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 880થી રૂ. 900 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 16 ઇક્વિટી શેર અને પછી 16 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓ રૂ. 15,466.22 મિલિયનના વેચાણની ઓફર હશે, જેમાં અશોક રામનારાયણ બૂબના રૂ. 2,440.16 મિલિયનના શેર, ક્રિષ્નાકુમાર રામનારાયણ બૂબના રૂ. 1,930.59 મિલિયનના શેર, સિદ્ધાર્થ અશોક સિક્ચીના રૂ. 405.05 મિલિયન શેર, પાર્થ અશોક મહેશ્વરના રૂ. 759.83 મિલિયનના શેરનું વેચાણ સામેલ હશે. ઓફરમાં આશા અશોક બૂબના રૂ. 2,440.16 મિલિયનના શેર, અશોક કુમાર રામકિશન સિક્ચી એચયુએફના રૂ. 1,360.51 મિલિયનના શેર, ક્રિષ્ના કુમાર રામનારાયણ બૂબ એચયુએફના રૂ. 415.51 મિલિયનના શેર, અશોક રામનારાયણ બૂબ એચયુએફના રૂ. 752.60 મિલિયનના શેર, નિધિ મોહુન્તાના રૂ. 759.83 મિલિયનના શેર, નીલિમા ક્રિષ્નાકુમાર બૂબના રૂ. 840.77 મિલિયનના શેર, શ્રદ્ધા ક્રિષ્નાકુમાર બૂબના રૂ.440.28 મિલિયનના શેર, પ્રસાદ ક્રિષ્નાકુમાર બૂબના રૂ. 440.28 મિલિયનના શેર, પૂજા વિવેક નવાન્દરના રૂ. 440.28 મિલિયનના શેર, આશા અશોક સિક્ચીના રૂ. 1,141.38 મિલિયનના શેર, કુનાલ અશોક સિક્ચીના રૂ. 310.54 મિલિયનના શેર, અશોક સિક્ચીના રૂ. 282.43 મિલિયનના શેર, નંદિતા સિક્ચીના રૂ. 273.60 મિલિયનના શેર, ગણપતિ દાદાસાહેબ યાદવના રૂ. 32.42 મિલિયનના શેર સામેલ હશે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ.1 છે.
ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)નું પાલન કરીને અને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957, જેમાં સમયે સમયે થયેલા સુધારા (એસસીઆરઆર)ના નિયમ 19(2)(બી) અંતર્ગત બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (ક્યુઆઇબી, ક્યુઆઇબી પોર્શન)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં શરત એ છે કે, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન). સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે રિઝર્વ રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
ઉપરાંત, ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ માટે સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.વળી સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઇબી)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.