સુરેન્દ્રનગરમાં તાજેતરમાંજ સરકારી કટ્ટાઓમાં ઘઉં-ચોખા સગેવગે કરવાના કૌભાંડે ચકચાર જગાવી છે. આ પ્રકરણમાં આરોપીઓએ ઘઉં-ચોખાનો જથ્થો ફેરીયાઓ પાસેથી મેળવ્યો હોવાનુ સામે આવ્યું છે. ફેરીયાઓએ આ અનાજ રેશનકાર્ડના લાભાર્થીઓ પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવતા સવાલ ઉઠે છે કે, સસ્તા અનાજની દુકાનોએથી ગરીબના ઓઠા નીચે મફત અનાજ લઈને વેચીદેનાર કાર્ડધારક ગરીબ હોય ખરા? સુરેન્દ્રનગરમાં આવા નકલી ગરીબ કાર્ડધારકો કેટલા છે? તેની તપાસ થાય તો ગેરરીતીની અનેક વિગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની યાદી (બીપીએલ યાદી)માં સાધન સંપન્ન લોકો પણ વગ અને નાણાના જોરે નામ ઘુસાડીને સરકારી યોજનાઓના લાભ લેતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે પણ આ અંગે સાચી તપાસ થતી નથી. આ જ રીતે રેશનકાર્ડમાં પણ કેટલાક સાધન સંપન્ન લોકો વગ અને નાણાના જોરે ગરીબ તરીકેનુ રેશનકાર્ડ કઢાવીને મફત અનાજ સહિતના લાભો લઈ રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આવા નકલી ગરીબ કાર્ડધારકો સસ્તા અનાજના દુકાનોએથી મફત કે બે-ત્રણ રૂા.ના રાહત ભાવે મળેલુ અનાજ ફેરીયાઓને ઉંચા દામે વેચી દેતા હોય છે..!
ગરીબ હોવાના નામે રોકડી કરી લેતા આવા નકલી ગરીબ કાર્ડધારકો કોણ છે? કેટલા છે? તેની તપાસ થાય તો ગેરરીતીની ઘણી વિગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી કેટલાક સસ્તા અનાજના દુકાનદારોની મદદથી જ ખોટા લોકો ગરીબ તરીકેના રેશનકાર્ડ મેળવીને સરકારી લાભો ઓળવી જતા હોવાનું મનાય છે જિલ્લા કલેકટર આ ગંભીર બાબતે ઉંડી અને સાચી તપાસ હાથ કરાવે તેવી લાગણી અને માંગણી છે.સુરેન્દ્રનગર શહેરમાં મોટા મોટા વેપારીઓ થી લઇ અને શિક્ષકો સરકારી તેમજ રાજકીય લોકો પાસે હાલમાં પણ બીપીએલ કાર્ડ હોવાના પુરાવા જોવા મળ્યા છે ત્યારે આ અંગેની ગઈકાલે જ રજૂઆત સમાચાર પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે અને જેના પુરાવાઓ પણ આપવામાં આવ્યા હોવા છતાં પણ મામલતદાર કલેકટર કે પુરવઠા અધિકારી કોઈ પ્રકારની દરકાર ન કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બીપીએલ ના બોગસ કાર્ડ ધરાવતા સરકારી અધિકારીઓ તેમજ રાજકીય લોકો અને વેપારી મિત્રો સહિતના બીપીએલ કાર્ડના આધાર પુરાવા જોવા મળ્યા છે છતાં પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતી નથી જેના પરથી ફળીભૂત થાય છે કે હા બીપીએલ ના કાર્ડ કાઢી આપવામાં પણ સરકારી તંત્ર જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સરકારને આવા બીપીએલ કાર્ડ આપવાના કારણે કરોડો રૂપિયાની નુકશાની પણ વાંચવાનો સમય આયો છે
કારણકે બીપીએલ કાર્ડ ધારકો મોટી માત્રામાં પુરવઠા માંથી અનાજ પ્રાપ્ત કરે છે અને અન્ય જગ્યાઓ પર પણ જેવીકે સરકારી સારવાર કે પછી કોઈ અન્ય પ્રકારની સરકારી યોજનાઓ લાભ લેવા માટે બીપીએલ કાર્ડનો દુરુપયોગ કરી અને સરકારને મોટી માત્રામાં નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે વધુમાં જાણકાર વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતે શિક્ષક હોવા છતાં પણ પોતાના પત્નીની પ્રસૂતિ કરાવવા માટે એક હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના શિક્ષક ગયા હતા અને પત્નીની પ્રકૃતિ પણ જોરાવર નગર ખાતે આવેલી હોસ્પિટલમાં કરાવેલ હતી જ્યાં પોતે શિક્ષક હોવા છતાં પણ મહેતા માર્કેટમાં પોતે મજૂરી કરે છે તેવું જણાવી અને ડીલેવરી નું બિલ માફ કરવામાં આવ્યો હોવાના પણ દાખલા જોવા મળે છે
ત્યારે ડીલેવરી યોજનાનો લાભ પણ બીપીએલ કાર્ડ ઘારકે શિક્ષક હોવા છતા પણ પ્રાપ્ત કરી હોવાનું હાલમાં જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે મામલતદાર તેમજ કલેકટર તેમજ પુરવઠા અધિકારી પાસે આમ એની કોઇ જ પ્રકારની માહિતી હોતી નથી ત્યારે સુરેન્દ્રનગર શહેર માં મોટા પાયે બીપીએલ કાર્ડનો ઉપયોગ સરકારી તંત્ર તેમજ રાજકીય આગેવાનો અને વેપારીઓ કરી રહ્યા હોવાનું હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચાઈ રહ્યું છે