કોવિડ-19 મહામારી સામે બચવા ભારત સહિત વિશ્વભરના મોટાભાગના તમામ દેશોમાં રસીકરણની ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની રસી વિકસાવવામાં આવી છે. પરંતુ હજુ રસીના ડોઝ, તેની અસરકારકતાને લઈ અવઢવ છે. કોઈ રસીના એક એક ડોઝ કાફી છે તો કોઈ રસીના બબ્બે, ત્રણ-ત્રણ ડોઝ અપાઈ રહ્યા છે. રસીની સંગ્રહક્ષમતા તેની અસરકારકતા તો આડઅસર અને કિંમતોને લઈ જામેલી રસીની રસ્સાખેંચ થવાનું નામ જ નથી લઈ રહી ત્યાં હવે ઘણી બધી રસીઓ ઉપલબ્ધ થઈ જતા નવી મૂંઝવણ ઉભી થઇ છે.
કોવિડ-19ના નવા કલર “ડેલ્ટા પલ્સ” સામે પણ આ સિંગલ ડોઝ રસી જ્હોનશન & જ્હોનશન રસી કારગર હોવાનો કંપનીનો દાવો, મંજૂરી આપવા સરકારની વિચારણા
આખરે રસી લેવી તો લેવી કઈ ? કઈ રસીથી કોરોના સામે સંપૂર્ણ કોરોના કવચ મળશે ? કઈ રસી લઉં તો આડઅસર નહીં થાય વગેરે જેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં કોવિશિલ્ડ, કોવેકસીન સ્પુટનિક-V અને મોડર્ના એમ ચાર રસીને મંજૂરી આપવામાં આવી છે. જે તમામ બે બે ડોઝની ફોર્મ્યુલા ધરાવે છે. જ્યારે ઝાયડ્સ કેડીલાની ડીએનએ બેઝડ રસી ત્રણ-ત્રણ ડોઝની ફોર્મ્યુલા ધરાવે છે જેને પણ ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ બે અને ત્રણ ડોઝ વચ્ચે હવે એક જ ડોઝની રસી જ્હોનશન એન્ડ જ્હોનશનને પણ મંજૂરી મળે તેવી તીવ્ર શકયતા છે.
કોરોના કાળમાં રસીના ઉત્પાદન અને રસીકરણને લઈને સરકાર હાલ સમગ્ર કાર્ય વિધિઓને પુરજોશમાં આગળ વધારી રહી છે, ત્યારે નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડોક્ટર વી. કે. પૌલ.એ આ અંગે માગુતું આપતા જણાવ્યું હતું કે, સરકાર સિંગલ ડોઝ જ્હોન્સન & જ્હોન્સન રસીને મંજૂરી આપવા વિચારણા કરી રહી છે. આ રસીના ત્રીજા ટ્રાયલના પરિણામ અનુસાર આ રસી ઝડપથી ફેલાતાં કોરોનાના ડેલ્ટા ( બી ૧૬૧૭૨ ) વેરિયન્ટ સામે લડવાની ક્ષમતા ધરાવે છે.
જ્હોન્સન & જ્હોન્સનએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ સિંગલ ડોઝમાં રસી હાલ યુ. એસ. અને બીજા દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે આઠ મહિના સુધી લડવા સમર્થ છે. રિપોર્ટ અનુસાર આ રસી ડેલ્ટા વેરિયન્ટ અને SARS-Cov-2 સામે અસરકારક રીતે લડવા તૈયાર છે. રસીના પરીક્ષણના બે સંક્ષિપ્ત અહેવાલો જીવવિજ્ઞાનના બિન લાભકારી પ્રિપ્રિન્ટ સર્વર BioRxivમાં મોકલ્યા છે.