મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજનામાં 53834 આસામીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો. અને જે પેટે મહાનગરપાલિકાને મિલ્કત વેરામાં રૂા.17.03 કરોડ અને પાણી વેરા પેટે રૂા.3.14 કરોડની આવક પ્રાપ્ત થઇ છે અને રીબેટ યોજના પેટે રૂા.1.62 કરોડ આપવામાં આવ્યા છે.
આ રીબેટ યોજના ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત તેની મુદતમાં વધારો કરી 31-7-2021 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલ્કત વેરો તથા પાણી વેરાની રકમ ભરપાઇ કરનાર મિલ્કત ધારકોને માટે રીબેટ યોજના 31-7-2021 સુધીની મુદત વધારવામાં આવી છે. એટલે કે એક માસનો વધારો શહેરીજનો માટે કરવામાં આવ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં 30-6-2021 સુધીમાં મિલ્કત વેરાની કુલ રૂા.19.01 કરોડ અને પાણી વેરામાં રૂા.3.52 કરોડની વસુલાત થવા પામેલ છે. તદ ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિમાં બાકી રોકાતી મિલ્કત વેરા અને પાણી વેરાની રકમમાં 100 ટકા વ્યાજ માફી આપવામાં આવે છે તેમજ 1-4-2006થી કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબ બાકી રોકાતી મિલ્કત વેરા અને પાણી વેરાની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.