રક્ષા મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પહેલા દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતગાર થયા નિર્મલા સિતારામન
નવનિયુકત રક્ષામંત્રી નિર્મલા સિતારામન સાથે આર્મી, નેવી અને એરફોર્સના વડાઓની બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં સુરક્ષા દળોના વડાઓએ રક્ષામંત્રી સિતારામનને સેનાની સમસ્યાઓ અંગે માહિતી આપી હતી. બેઠક દરમિયાન પાકિસ્તાન, ચીન અને શ્રીલંકા જેવા પાડોશી દેશો સાથેના વિવાદ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. હાલ અ‚ણ જેટલી સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે મુલાકાતે હોવાથી સિતારામન આવતીકાલથી સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળશે. અહીં ઉલ્લેખનીય છે કે, નિર્મલા સિતારામન અત્યારે દિવંગત ઈન્દિરા ગાંધી બાદ સંરક્ષણ મંત્રાલયનો ચાર્જ સંભાળનાર પ્રથમ મહિલા મંત્રી છે.