ભારતમાં અન્ય દેશોની સરખામણીએ બેરોજગારીનો દર ઉંચો છે. દેશમાં ઘણા લોકો શિક્ષિત હોવા છતાં નોકરીની તકોથી વંચિત છે. આ ઉપરાંત કોરોના મહામારી અને તેના પગલે કરાયેલ લોકડાઉનના સમયમાં ઘણા લોકોના ધંધા-રોજગાર અને નોકરી પર નકારાત્મક અસર પડી છે.

સાઇબર ફ્રોડ થયાના સંજોગોમાં તુરંત નેશનલ હેલ્પલાઇન નંબર- 155260 પર ફરિયાદ કરો

પરિણામે ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમયે આ સમયે ફેક જોબ ઓફરના નામ પર થતાં સાઇબર ફ્રોડ્સના કિસ્સાઓ વધવા પામ્યા છે. જેમાં નોકરી મેળવવા માટે લોકોને જુદા-જુદા કારણોસર પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે. આમ નોકરી ઇચ્છુક લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને મલ્ટીનેશનલ કંપનીઓમાં સારા પગાર સાથે નોકરી આપવાની લાલચ આપી તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિડીં કરવામાં આવે છે.

ફેક જોબ ઓફર સ્કેમ શું છે ?

આ પ્રકારના સ્કેમ ફિશિંગ પદ્વતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કે અહીં લોકોને જુદી-જુદી કંપનીઓના નામ પર બનાવટી (ફેક), ઇ-મેઇલ, એસએમએસ અને ફોન કોલ કરવામાં આવે છે. જેમાં સાઇબર ક્રિમિનલ્સ પોતાને પ્રતિષ્ઠિત કંપનીના કર્મચારી દર્શાવીને લોકોને સારી પોસ્ટ પર ઉંચા પગાર સાથે નોકરી આપવાની બાબત રજૂ કરે છે. જ્યારે લોકો આવી ઓફર માટે પોઝિટિવલી રીપ્લાય કરે ત્યાર બાદ તેમની પાસે પ્રોસેસીંગ ફી, ઇન્ટર વ્યૂ, સીક્યુરીટી ડીપોઝીટ વગેરે બહાના હેઠળ પૈસા પડાવવામાં આવે છે.

આ પ્રકારના સ્કેમમાં ઘણી વખત લોકોનો વિશ્ર્વાસ જીતવા તેમને કંપનીના બનાવટી જોબ ઓફર લેટર પણ મોકલવામાં આવે છે. સાથોસાથ નકલી ટેલીફોનિક/વોઇસ ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે. જેથી નોકરી ઇચ્છુક લોકોને જરાપણ શંકા જતી નથી, પરિણામે તેઓ આવા ફ્રોડસમાં વધુમાં વધુ રકમ ગુમાવી બેસે છે.

આ પ્રકારના સ્કેમથી કઇ રીતે બચી શકાય ?

કોઇ પણ કંપની દ્વારા નોકરી આપવા માટે રજીસ્ટ્રેશન ફી, ઇન્ટરવ્યૂ ફી વગેરેના નામ પર કોઇ રકમ માંગવામાં આવતી નથી. તેની નોકરી આપવા માટે આ પ્રકારે પૈસાની માંગ કરતી ઓફરથી દૂર રહો. કોઇપણ કંપનીમાં નોકરી માટે અરજી કરતા સમયે તે કંપનીનો બેકગ્રાઉન્ડ ચેક જરૂર કરો. કંપનીની ઓફીશીયલ વેબસાઇટ પર તેમના હ્યુમન રિસોર્સ ડીપાર્ટમેન્ટ અથવા વેબસાઇટના ‘કેરિયર’ કે ‘રિક્રૂટમેન્ટ’ સેક્શન દ્વારા તેમની જોબ ઓફર અંગે માહિતી મેળવો.

નોકરી મેળવવા માટે અજાણ્યા સ્ત્રોત દ્વારા આવેલ ઇમેઇલ, એસએમએસ અને ફોનકોલ પર આપની વ્યક્તિગત અને બેંક સંબંધી માહિતી જાહેર ન કરો. આ પ્રકારના ઇ-મેઇલ, એસએમએસમાં રહેલ લીંક પર ક્લિક ન કરો. સરકારી નોકરી માટે અરજી કરતા સમયે જે-તે સરકારી વિભાગની ઓફીશીયલ વેબસાઇટ/પોર્ટલની મદદ મેળવો. સોશિયલ મીડીયા અને અન્ય માધ્યમો પર જોબ ઓફર અંગેની જાહેરાતની વિગતોની ચકાસણી કર્યા બાદ આગળ વધો. આપની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાના સંજોગોમાં તાત્કાલિક નેશનલ હેલ્પલાઇન નંબર- 155260 પર ફરિયાદ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.