શહેરમાં સાગરનગર અને અટિકા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 228 વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. તો પોલીસે દરોડામાંથી કુલ રૂા.87,000નો મુદ્ામાલ પણ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા સાગરનગર-3માં રહેતા વાસુર ઉર્ફે મેરૂ ગોવિંદ હરણ નામનો શખ્સ પોતાના ઘરેથી દારૂનું વેપલો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યો હતો. જેમાં પોલીસે વાસુ ઉર્ફે ગોવિંદ હરણને રૂા.39,600ની કિંમતની કુલ 132 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ કુલદીપ ઉર્ફે લાલો ભગુ ધાધલ હોવાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
તો અન્ય દરોડામાં પોલીસે નંબર પ્લેટ વગરની કારને આંતરી તેની તલાસી લેતા તેમાંથી 96 બોટલ વિદેશી દારૂ સાથે ખોડિયારપરા વિસ્તારમાં રહેતા વનરાજ બદરૂવાળા અને રામનગર-1માં રહેતા દિલીપ મેરૂ વનરાની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા પાસે કાર સહિતનો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
લોઠડા ગામની સીમમાંથી 216 બોટલ દારૂ સાથે વાડી માલીક ઝડપાયો: બૂટલેગર ફરાર
રાજકોટ તાલુકાના લોઠડા ગામની સીમમાંથી આજીડેમ પોલીસે 216 બાટલવિદેશી દારૂના જથ્થા સાથે વાડી માલીકની ધરપકડ કરી બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ લોઠડા ગામે રહેતો અજય જયરામ મેણીયા નામના શખ્સે પોતાની વાડી વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને શૈલેષ નેચડાને મળેલી બાતમીનાં આધારે પી.આઈ. વી.જે. ચાવડા અને એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન વાડીમાંથી રૂ. 64800ની કિમંતનો 216 બોટલ વિદેશી દારૂ સાથે અજય મેણીયાની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોહીત બટૂક બારૈયાનો હોવાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.