અબતક,રાજકોટ સૌરાષ્ટ્રમાં વરસાદની 50 ટકાથી વધુ ખેંચ પડી હોય જગતાત ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા છે. વાવણી તો થઈ ગઈ છે પણ હવે વરૂણદેવ કૃપા વરસાવે તો જ ખેડૂતોનો ઉદ્ધાર થઈ શકે તેમ છે. વાવણી બાદ ખેડૂતો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જો કે, હવે જલ્દીથી સારો વરસાદ નહીં થાય તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગત વર્ષે જૂનના અંતમાં સીઝનનો 23 ટકા જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે આ વર્ષે હજુ સુધી માત્ર 12 ટકા જ વરસાદ વરસ્યો હોય, આ વર્ષ શરૂઆતથી જ નબળુ હોવાનું દર્શાય રહ્યું છે.
વાવણી તો થઈ ગઇ હવે વરૂણદેવ કૃપા વરસાવે તો જ ખેડૂતોનો ઉદ્ધાર
જુનના અંતમાં ગત વર્ષે સિઝનનો 23% વરસાદ પડી ગયો હતો, આ વર્ષે હજુ સુધી માત્ર 12% જ વરસાદ વરસ્યો
સારા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી તો કરી નાખી, હવે વરસાદની ખેંચ પડતા વાવણી નિષ્ફળ જવાની ભીતિ
સૌરાષ્ટ્રમાં તાઉતેના પગલે વરસાદ સીઝનથી વહેલો વરસ્યો હતો ઉપરાંત ભીમ અગિયારસ સુધીમાં સારો વરસાદ પડી ગયો હોય ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ મુહૂર્ત ઉપર જ કરી નાખ્યા હતા. ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતાં જગતાત ચિંતામાં ગરક થઈ ગયો છે. વધુમાં ગત વર્ષનું વરસાદનું સરવૈયુ જોતા આ વર્ષ ગત વર્ષની સાપેક્ષે નબળુ હોવાનું જણાય આવે છે. ગત વર્ષે 30 જુન સુધીમાં સૌરાષ્ટ્રમાં 22.86 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે આ વર્ષે માત્ર 12.11 ટકા જ વરસાદ વરસ્યો છે.
જિલ્લા વાઈઝ વિગતો જોઈએ તો વર્ષ 2020માં જુનના અંત સુધીમાં સુરેન્દ્રનગરમાં 20.21 ટકા, રાજકોટમાં 21.72 ટકા, મોરબીમાં 23.81 ટકા, જામનગરમાં 15.16 ટકા, દેવભૂમિ દ્વારકામાં 28.10 ટકા, પોરબંદરમાં 32.85 ટકા, જૂનાગઢમાં 21.97 ટકા, ગીર સોમનાથમાં 16.23 ટકા, અમરેલીમાં 29.14 ટકા, ભાવનગરમાં 22.37 ટકા અસ્ત્રે બોટાદમાં 33.44 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે વર્ષ 2021માં જૂનના અંત સુધીમાં સુરેન્દ્રનગરમાં 14.61 ટકા, રાજકોટમાં 10.43 ટકા, મોરબીમાં 13.28 ટકા, જામનગરમાં 8.49 ટકા, દેવભૂમિ દ્વારકામાં 13.55 ટકા, પોરબંદરમાં 3.95 ટકા, જૂનાગઢમાં 7.14 ટકા, ગીર સોમનાથમાં 5.08 ટકા, અમરેલીમાં 14.52 ટકા, ભાવનગરમાં 25.33 ટકા અસ્ત્રે બોટાદમાં 12.11 ટકા વરસાદ વરસ્યો હતો. સાપેક્ષે નબળુ હોવાનું જણાય આવે છે.
ગત વર્ષે 30 જુન સુધીમાં સૌરાષ્ટ્રમાં 22.86 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે આ વર્ષે માત્ર 12.11 ટકા જ વરસાદ વરસ્યો છે. જિલ્લા વાઈઝ વિગતો જોઈએ તો વર્ષ 2020માં જુનના અંત સુધીમાં સુરેન્દ્રનગરમાં 20.21 ટકા, રાજકોટમાં 21.72 ટકા, મોરબીમાં 23.81 ટકા, જામનગરમાં 15.16 ટકા, દેવભૂમિ દ્વારકામાં 28.10 ટકા, પોરબંદરમાં 32.85 ટકા, જૂનાગઢમાં 21.97 ટકા, ગીર સોમનાથમાં 16.23 ટકા, અમરેલીમાં 29.14 ટકા, ભાવનગરમાં 22.37 ટકા અસ્ત્રે બોટાદમાં 33.44 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે વર્ષ 2021માં જૂનના અંત સુધીમાં સુરેન્દ્રનગરમાં 14.61 ટકા, રાજકોટમાં 10.43 ટકા, મોરબીમાં 13.28 ટકા, જામનગરમાં 8.49 ટકા, દેવભૂમિ દ્વારકામાં 13.55 ટકા, પોરબંદરમાં 3.95 ટકા, જૂનાગઢમાં 7.14 ટકા, ગીર સોમનાથમાં 5.08 ટકા, અમરેલીમાં 14.52 ટકા, ભાવનગરમાં 25.33 ટકા અસ્ત્રે બોટાદમાં 12.11 ટકા વરસાદ વરસ્યો હતો. બોટાદમાં 12.11 ટકા વરસાદ વરસ્યો હતો. જૂનની ખેંચ મેઘરાજા જૂલાઈમાં સરભર કરી દેશે?જૂલાઈમાં સાર્વત્રિક વરસાદ આવે તેવી ચારથી પાંચ સિસ્ટમો સક્રિય થતી હોય છે
સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા હાલ જગતાતના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આગોતરી વાવણી કરનાર પર હવે વાવણી નિષ્ફળ જવાનું જોખમ ઝળુંબી રહ્યું છે. સિંચાઈ માટે પાણી છોડી શકાય તેવી સ્થિતિ એકપણ જળાશયની નથી. સામાન્ય રીતે જૂલાઈ માસમાં સૌરાષ્ટ્રમાં અનરાધાર અસ્ત્રે સાર્વત્રિક વરસાદ વરસતો હોય છે. જૂલાઈ માસમાં વરસાદની ચારથી પાંચ સિસ્ટમો સક્રિય થતી હોય છે. જે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કરતી હોય છે. હાલ સૌરાષ્ટ્રમાં ભલે વરસાદની ઘટ રહી પરંતુ જૂલાઈમાં મેઘરાજા સૌરાષ્ટ્રસ્ત્રે પાણી પાણી કરી દેશે ગત વર્ષ પણ સવાયો વરસાદ પડયો હતો. વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ચિંતા વધી છે.
રાજકોટ જિલ્લામાં ગત વર્ષની સાપેક્ષે અડધો જ વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લામાં ગત વર્ષની સાપેક્ષે અડધો જ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે જુનના અંતમાં 21.72 ટકા વરસાદ વરસ્યો હતો. પણ આ વર્ષે તેનાથી અડધો માત્ર 10.43 ટકા વરસાદ જ પડ્યો છે. તાલુકા વાઇઝ જોઈએ તો ધોરાજીમાં ગત વર્ષે 14.61, આ વર્ષે 13.50, ગોંડલમાં ગત વર્ષે 60.12, આ વર્ષે 13.59, જામકંડોરણામાં ગત વર્ષે 22.99 આ વર્ષે 2.72, જસદણમાં ગત વર્ષે 25.54 આ વર્ષે 17.05, જેતપુરમાં ગત વર્ષે 19.84 આ વર્ષે 3.07, કોટડાસાંગાણીમાં ગત વર્ષે 23.74 આ વર્ષે 13.32, લોધિકામાં ગત વર્ષે 14.05 આ વર્ષે 14.05 આ વર્ષે 11.94, પડધરીમાં ગત વર્ષે 22.47 આ વર્ષે 3.67 રાજકોટમાં ગત વર્ષે 7 આ વર્ષે 23, ઉપલેટામાં ગત વર્ષે 12.53 આ વર્ષે 6.01, વીંછીયામાં ગત વર્ષે 20.47 જ્યારે આ વર્ષે 4.77 ટકા વરસાદ પડ્યો છે. આ વર્ષે જૂન સુધીમાં સૌથી ઓછો વરસાદ જેતપુર તાલુકામાં માત્ર 3.07 ટકા જ પડ્યો છે.
ચોટીલામાં સૌથી ઓછો 6.66% જ વરસાદ
સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષે જૂનની પૂર્ણાહૂતિ સમયે 20.21 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 14.61 ટકા વરસાદ જ વરસ્યો છે. આ વર્ષે ઓછો ચોટીલામાં 6.66 ટકા વરસાદ વરસ્યો છે. તાલુકા વાઇઝ વિગતો જોઇએ તો ગત વર્ષે ચોટીલામાં 17.22 આ વર્ષે 6.66, ચુડામાં ગત વર્ષે 34.81 આ વર્ષે 27.34, દશાડામાં ગત વર્ષે 10.62 આ વર્ષે 8.05, ધ્રાંગધ્રામાં ગત વર્ષે 18.12 આ વર્ષે 7.70, લખતરમાં ગત વર્ષે 12.98 આ વર્ષે 11.90, લીંબડીમાં ગત વર્ષે 31.88 આ વર્ષે 12.54, મૂળીમાં ગત વર્ષે 18.03 આ વર્ષે 17.82, સાયલામાં ગત વર્ષે 21.33 આ વર્ષે 17.76, થાનગઢમાં ગત વર્ષે 7.73 આ વર્ષે 20.88 જ્યારે વઢવાણમાં ગત વર્ષે 28.18 જ્યારે આ વર્ષે 14.91 ટકા વરસાદ નોંધાયો છે.
મોરબીમાં ગત વર્ષે 23% જ્યારે આ વર્ષે 13% વરસાદ
મોરબી જીલ્લામાં ગત વર્ષે જૂનની પૂર્ણાહુતી સમયે 23.81 ટકા વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે માત્ર 13.28 ટકા વરસાદ વરસ્યો છે. તાલુકા વાઇઝ વિગતો જોઇએ તો હળવદમાં ગત વર્ષે 29.34 આ વર્ષે 16.30, માળીયા મિંયાણામાં ગત વર્ષે 28.88 આ વર્ષે 15.95, મોરબીમાં ગત વર્ષે 28.71 આ વર્ષે 5.80, ટંકારામાં ગત વર્ષે 13.09 આ વર્ષે 9.93, વાંકાનેરમાં ગત વર્ષે 20.18 જ્યારે આ વર્ષે 20.66 ટકા વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરમી જીલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે પણ આ વર્ષે ગત વર્ષની સાપેક્ષે ઓછો વરસાદ રહ્યો છે જો કે વાંકાનેર પંથકમાં ગત વર્ષ જેટલો જ વરસાદ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
જામનગર અને જોડિયામાં ગત વર્ષ જેટલો જ વરસાદ!
જામનગર જિલ્લામાં ગત વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીમાં 15.16 ટકા વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે માત્ર 8.49 ટકા વરસાદ જ વરસ્યો છે. જો કે, જામનગર અને જોડિયા તાલુકામાં ગત વર્ષ જેટલો જ વરસાદ આ વર્ષે નોંધાયો હોવાનું જણાય આવે છે. તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ધ્રોલમાં ગત વર્ષે 10.82 આ વર્ષે 9.54, જામજોધપુરમાં ગત વર્ષે 32.88 આ વર્ષે 6.68, જામનગરમાં ગત વર્ષે 5 અને આ વર્ષે પણ 5, જોડિયામાં ગત વર્ષે 3.52 અને આ વર્ષે 3.64, કાલાવડમાં ગત વર્ષે 17.60 અને આ વર્ષે 22.24, લાલપુરમાં ગત વર્ષે 20.22 અને આ વર્ષે 5.79 ટકા વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં આ વર્ષે માત્ર 1.58 ટકા જ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત વર્ષે જૂનની પૂર્ણાહુતિ સુધીમાં 28.10 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે આ વર્ષે 13.55 ટકા જ વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો દ્વારકામાં આ વર્ષે માત્રને માત્ર 1.58 ટકા જ વરસાદ નોંધાયો છે. તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ભાણવડમાં ગત વર્ષે 25.83 આ વર્ષે 15.35, દ્વારકામાં ગત વર્ષે 17.26 આ વર્ષે 1.58, કલ્યાણપુરમાં ગત વર્ષે 32.54 આ વર્ષે 11.12, ખંભાળીયામાં ગત વર્ષે 32.48 આ વર્ષે 22.26 ટકા વરસાદ જ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર અને ખંભાળીયામાં અંદાજે 32 ટકા જેટલો પડી ગયો છે.
પોરબંદર જિલ્લામાં ગત વર્ષે 32.85 ટકા જ્યારે આ વર્ષે માત્ર 3.95 ટકા જ વરસાદ
પોરબંદર જિલ્લામાં ગત વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીમાં 32.95 ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો. આમ ગત વર્ષની શરૂઆત ધમાકેદાર રહી હતી પરંતુ આ વર્ષે જૂનની પૂર્ણાહુતિ સુધીમાં માત્રને માત્ર 3.95 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો કુતિયાણામાં ગત વર્ષે 33.31 આ વર્ષે 3.42, પોરબંદરમાં ગત વર્ષે 32.15 આ વર્ષે 6.19 અને રાણાવાવમાં ગત વર્ષે 33.04 અને આ વર્ષે માત્ર 2.45 ટકા જ વરસાદ નોંધાયો છે. આમ ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા ઉપર જાણે મેઘરાજા રીઝાયા હોય તેવું લાગી રહ્યું છે.
કેશોદમાં આ વર્ષે પુરો 1 ટકો પણ વરસાદ નહીં!
જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીમાં 21.97 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે માત્ર 7.14 ટકા જ વરસાદ નોંધાયો છે. જો કે, આશ્ર્ચર્યની વાત એ છે કે, આ વર્ષે કેશોદ તાલુકામાં પુરો 1 ટકા પણ વરસાદ નોંધાયો નથી. તાલુકાવાઈઝ જોઈએ તો ભેંસાણમાં ગત વર્ષે 34.11 આ વર્ષે 6.06, જૂનાગઢ તાલુકામાં ગત વર્ષે 17.45 આ વર્ષે 9.10, કેશોદમાં ગત વર્ષે 29.98 આ વર્ષે 0.97, માણાવદરમાં ગત વર્ષે 30.33 આ વર્ષે 3.43, માળીયામાં ગત વર્ષે 33.89 આ વર્ષે 8.67, મેંદરડામાં ગત વર્ષે 16.87 આ વર્ષે 8.52, માંગરોળમાં ગત વર્ષે 17.80 આ વર્ષે 13.11, વિસાવદરમાં ગત વર્ષે 10.91 આ વર્ષે 3.06, વંથલીમાં ગત વર્ષે 15.97 જ્યારે આ વર્ષે 9.28 ટકા વરસાદ નોંધાયો છે.
તાઉતેના અસરગ્રસ્ત એવા ઉનામાં આ વર્ષે માત્ર 2.43 ટકા જ વરસાદ
ગિર સોમનાથ જિલ્લામાં ગત વર્ષમાં જુનની પૂર્ણાહુતિ સુધીમાં 16.23 ટકા વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે માત્ર 5.08 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત જ્યાં તાઉતેની સૌથી વધુ અસર નોંધાઈ હતી. તેવા ઉના પંથકમાં આ વર્ષે માત્ર 2.43 ટકા જ વરસાદ નોંધાયો છે. વધુમાં તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ગિર ગઢડામાં ગત વર્ષે 11.72 આ વર્ષે 1.66, કોડીનારમાં ગત વર્ષે 16.30 આ વર્ષે 4.94, સુત્રાપાડામાં ગત વર્ષે 15.54 આ વર્ષે 4.93, તાલાલામાં ગત વર્ષે 21.82 આ વર્ષે 9.54, ઉનામાં ગત વર્ષે 12.28 આ વર્ષે 2.43, વેરાવળમાં ગત વર્ષે 19.89 આ વર્ષે 6.36 ટકા વરસાદ નોંધાયો છે.
ગત વર્ષે લીલીયામાં 46 ટકા જેટલો વરસાદ પડ્યો, આ વર્ષે માત્ર 21.73 ટકા
અમરેલી જિલ્લામાં ગત વર્ષે જૂનની પૂર્ણાહુતિ સુધીમાં 29.14 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષે 14.52 ટકા જ વરસાદ નોંધાયો છે. જો કે, ગત વર્ષે લીલીયા તાલુકામાં શરૂઆતના માત્ર 15 દિવસમાં 46 ટકા વરસાદ પડી ગયો હતો જ્યારે આ વર્ષે માત્ર 21.73 ટકા જ વરસાદ પડ્યો છે. તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો અમરેલીમાં ગત વર્ષે 34.48 આ વર્ષે 19.75, બાબરામાં 21.09 આ વર્ષે 14.60, બગસરામાં ગત વર્ષે 27.53 આ વર્ષે 5.29, ધારીમાં ગત વર્ષે 27.34 આ વર્ષે 4.76, જાફરાબાદમાં ગત વર્ષે 9.39 આ વર્ષે 9.31, ખાંભામાં ગત વર્ષે 37.96 આ વર્ષે 15.19, લાઠીમાં ગત વર્ષે 25.37 આ વર્ષે 15.91, લીલીયામાં ગત વર્ષે 46.44 આ વર્ષે 21.54, રાજુલામાં ગત વર્ષે 28.64 આ વર્ષે 29.85, સાવરકુંડલામાં ગત 30.84 આ વર્ષે 29.85, વડીયામાં ગત વર્ષે 32.20 આ વર્ષે 9.05 ટકા વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લામાં ઉલટુ ચિત્ર, ગત વર્ષ કરતા 3 ટકા વધુ વરસાદ
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીમાં 22.37 ટકા વરસાદ પડ્યો હતો જ્યારે આ વર્ષે 25.33 ટકા વરસાદ વરસ્યો છે. આમ ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રનો એકમાત્ર એવો જિલ્લો છે કે, જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે.
તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ભાવનગરમાં ગત વર્ષે 35 આ વર્ષે 29, ગારીયાધારમાં ગત વર્ષે 20.93 આ વર્ષે 39.36, ઘોઘામાં ગત વર્ષે 19.17 આ વર્ષે 24.98, જેસરમાં 19.39 આ વર્ષે 18.03, મહુવામાં ગત વર્ષે 25.69 આ વર્ષે 39.36, પાલીતાણામાં ગત વર્ષે 18 આ વર્ષે 30, શિહોરમાં ગત વર્ષે 6.55 આ વર્ષે 16.28, તળાજામાં ગત વર્ષે 12.03 આ વર્ષે 19.45, ઉમરાળામાં ગત વર્ષે 27.22 આ વર્ષે 29.57 જ્યારે વલ્લભીપુરમાં ગત વર્ષે 25.16 અને આ વર્ષે 21.42 ટકા વરસાદ નોંધાયો છે.
ગઢડામાં ગત વર્ષે 72 ટકા વરસાદ પડ્યો, આ વર્ષે માત્ર 19 ટકા
બોટાદ જિલ્લામાં ગત વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીમાં 22.86 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે 12.11 ટકા જ વરસાદ વરસ્યો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, ગઢડા તાલુકામાં ગત વર્ષે 15 દિવસમાં 72 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો ત્યાં આ વર્ષે માત્ર 19 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. તાલુકા વાઈઝ વિગત જોઈએ તો બોટાદ તાલુકામાં ગત વર્ષે 27.63 આ વર્ષે 17.93, બરવાળામાં ગત વર્ષે 11.68 આ વર્ષે 29.78, ગઢડામાં ગત વર્ષે 72.21 આ વર્ષે 19.18, રાણપુરમાં ગત વર્ષે 22.32 જ્યારે આ વર્ષે 4.46 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ગત વર્ષ કરતા સારૂ
દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે જુનની પૂર્ણાહુતિ સુધીનું ચોમાસુ ગત વર્ષ કરતા સારૂ રહ્યું છે. અહીં ગત વર્ષે સરેરાશ 9.01 ટકા વરસાદ રહ્યો હતો જ્યારે આ વર્ષે 15.66 ટકા જેટલો વરસાદ રહ્યો છે. બન્ને વર્ષમાં સૌથી વધુ તફાવત સુરત અને નવસારી જિલ્લામાં જ રહ્યો છે.
બાકીના ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં બન્ને વર્ષમાં કોઈ તફાવત નથી. જિલ્લા વાઈઝ વરસાદ જોઈએ તો ભરૂચમાં ગત વર્ષે 12.85 આ વર્ષે 20, નર્મદામાં ગત ર્વેે 11.27 આ વર્ષે 14.81, તાપીમાં ગત વર્ષે 9.30 આ વર્ષે 8.62, સુરતમાં ગત વર્ષે 10.75 આ વર્ષે 20.27, નવસારીમાં ગત વર્ષે 5.42 આ વર્ષે 18.27, વલસાડમાં ગત વર્ષે 6.97 આ વર્ષે 14.94 જ્યારે ડાંગમાં ગત વર્ષે 9.03 જ્યારે આ વર્ષે 9.20 ટકા વરસાદ નોંધાયો છે.