જાફરાબાદ તાલુકાના ખાખર કોટ સ્થિત આવેલ અલ્ટ્રાટેક સીમેન્ટ (નર્મદા સિમેન્ટ) કંપનીમાં ભયાનક આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના ગામડાઓમાં ઘુમાડાના ગોટે ગોટે જોવા મળેલ હતા. આગમાં છગનભાઇ નારણભાઇ ખારૈયા રે. ખાખર કોટ અને અજયકુમાર નામના બે લેબરો ખુબ જ ગંભીર રીતે દાઝયા હોય તેઓને સૌ પ્રથમ જાફરાબાદ હોસ્પિટલ અને બાદમાં ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ આગના બનાવ અંગે બાબરકોટ ગામના સરપંચ દ્વારા એવું જણાવેલ છે કે કંપનીની બેદરકારીના કારણે આવા આગના બનાવો તેમજ રાત્રીના સમયે દ્વારા પ્રદુષણ ફેલાવવાના બનાવો બનતા રહે છે. આગના અને પ્રદુષણના બનતા બનાવોમાં સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ એકસપ્લોજીલ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠેલ છે.
આ આગના બનાવ સંદર્ભે બાબરકોટ ગામના સરપંચ અનકભાઇ સાંખટ દ્વારા નિવેદન આપેલ છે કે, અલ્ટ્રાટેક કંપની પ્રદુષણ અને આગના બનાવો બાબતે કોઇ ગંભીર નથી અને અવાર નવાર પ્રદુષણના અને આગના નાના મોટા બનાવો બનતા રહે છે. જેથી આજુબાજુના ગામના લોકોની જાન-માલ અને આરોગ્ય સામે ખતરો ઉભો થયેલ છે અને જો આગ વધારે પ્રમાણમાં લાગે ત આજુબાજુ ગામડાના લોકોની સેફટી સામે પણ સવાલો ઉભા થઇ શકે તેમ છે.તેમજ લોકોની જાન-માલની ખુવારી અને આરોગ્ય ઉપરનો ખતરો ઉભો થાય તે પહેલા તંત્ર અને જીલ્લાના તથા રાજયના અધિકારીઓ આ કંપની સામે પગલા ભરે તેવી પણ માંગ કરેલ છે.