વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ર6 જુનના દિવસે ઇન્ટરનેશનલ ડે અર્ગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલ્લીસિટ ટ્રાફિકિંગ કે જેને સૌરાષ્ટ્ર ગુજરાતમાં વ્યસન મુકિત દિન તરીકે ઉજવવામાં આવે છે. ‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં શહેરના જાણીતા સાઇકિયાટિસ્ટ ડો. મિલન રોકડ સાથેની ચર્ચામાં વ્યશન મુકત થવા અંગેની સારવાર, નિવારણ ઉપરાંત કોરોના કાળમાં ડીપ્રેશન અને માનસિક રોગના દર્દીઓમાં વધારો વગેરે બાબતો અંગે મુઝવતા પ્રશ્ર્નો અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
જેમાં ડો. મિતલ રોકડના જણાવ્યા અનુસાર વ્યકિતનું મજબુત મનોબળ અને તીવ્ર ઇચ્છા શકિત હોય, તો તે વ્યસનના ભોરીંગમાંથી છુટકારો મેળવી શકે છે. વગેરે બાબતોની સરળ સમજણ સાથેનો વાર્તાલાપ આપણે માણીએ ‘ચાય પે ચર્ચા’
પ્રશ્ન:- વ્યશન એટલે શું?
જવાબ:- વ્યસનને સામાજીક રીતે જોઇએ તો એકને એક વસ્તુનુ વારંવાર સેવન કરવું તેને સાદી ભાષામાં વ્યસન કહેવામાં આવે છે. પરંતુ સાઇકોલોજીની ભાષામાં તેને માનસિક રોગ ગણવામાં આવે છે. તેના પણ બે પાર્ટ જેમાં ટ્રોલરન્સ, વિડ્ડોઅલ જેમાં વ્યકિતને એકને એક વસ્તુનું સેવન વારંવાર કરવું પડે છે. જયારે બીજામાં વ્યકિત વ્યસન મૂકે તો તેને બીજી ઇફોકટો થતી જોવા મળે છે. જેના હિસાબે તે વ્યસન મુકી શકતા નથી.
પ્રશ્ન:- વ્યસન શા માટે વળગે છે?
જવાબ:- વ્યસનના ઘણા કારણો છે. તેમાં ઘણી વખત, કોઇ રોગ થયો હોય, માનસીક ટેન્શન હોય અથવા તો સજા કરવા માટે અથવા બીજાની દેખાદેખી તેમજ સોશીયલ આઇડબથી પ્રેરીત થઇ વ્યસન વળગે છે.
પ્રશ્ન:- આપણે ત્યાં લોકોને કેવા પ્રકારનાં વ્યસનો હોય છે?
જવાબ:- સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વ્યસન તમાકુ, ગુડકા, સીગારેટવગેરે વધારે જોવા મળે છે. શહેર અને ગામડાઓમાં આલ્કોહોલનું વ્યસન ધીરે ધીરે વધતુ જોવા મળે છે. ઉપરાંત કોકીન જેવા મોટા મોટા વ્યસનોએ પણ પગપેસારો કર્યો છે.
પ્રશ્ન:- ડ્રગ એબ્યુઝ એટલે શું?
જવાબ:- ડ્રગ એબ્યુઝો એટલે જયાં સુધી વ્યકિતના શરીરથી સહન થાય ત્યાં સુધી એ સેવન કરતો રહે છે. આલ્કોહોલ, અફીટ, ડોડવા, હેરોઇન કોકીન વગેરે વધારે પ્રમાણમાં લેવાથી કયારેક કોમા અથવા તો મૃત્યુ પણ થાય છે. આ વસ્તુને ડ્રગ અબ્યુઝ કહે છે.
પ્રશ્ન:- વિષે જાણવા છતાં લોકો તેનું સેવન કેમ કરે છે.
જવાબ:- ડ્રગ એમ્યુઝમાં એકને એક વસ્તુ વારંવાર લેવાય છે. જેમાં એક વખત ડ્રગનું સેવન કરવાથી જે નશો મળે તે નશો દર વખતે એક વખત લેવાથી નથી મળતો જેથી એક પછી એ ધીરે ધીરે વ્યસનમાં વધારો થતો જોવા મળે છે અને આ સફળ મજાથી સજા સુધી રહે છે. આખરે આવા ભયંકર વ્યસનોમાંથી માણસ મુકત થવા ઇચ્છે છે તો પણ તેને બીજી ઇફેકટો થતા તે મૂકી શકતો નથી. કારણ કે તેને નોરમલ રહેવું હોય તો પણ તેને વ્યસનનો સહારો લેવો પડતો હોય છે.
પ્રશ્ન:- વ્યસન છોડવા માટેનો પ્રાથમિક ઉપચાર શું છે?
જવાબ:- વ્યસન મુકવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે. વ્યકિતની ઇચ્છા, વ્યકિતનું મનોબળ, વ્યકિત પોતાની ઇચ્છાથી વ્યસન મૂકે અને કોઇ તકલીફ થાય તો ડોકટરોની સલાહ લેવી આવશ્યક છે.
પ્રશ્ન:- ત્રણ-ચાર દાયકાઓનો જુનો બંધાણી કે જેને વ્યસન છોડવું છે તો મેડીકલ સાયન્સમાં કયા ઉપચારો છે?
જવાબ:- કોઇપણ જાતનું અને ગમે તેટલું મોટું વ્યસન હોય તો એની દવા સો એ સો ટકા થઇ શકે છે. જે પ્રકારનું વ્યસન એ પ્રકારની દવા મેડીકલ સાયન્સમાં આપેલી જ છે. અફીણ, કાલા વગેરેના વ્યસનીઓને દાખલ કરવા પડે છે. જેને દાખલ કર્યા સિવાય એની વ્યસન મુકિત ન થઇ શકે.
પ્રશ્ન:- તમાકુથી ડ્રગ સુધીના વ્યસનો બંધાણીઓને કયાં સુધી નુકશાન કરી શકે છે?
જવાબ:- નુકશાનનો અંદાજ લગાવવામાં આવે તો કોરોનામાં જેટલા લોકોના મૃત્યુ થયા તેનાથી 10 થી 1પ ગણા મૃત્યુ દર વર્ષ થાય છે., શ્ર્વાસના રોગ, કેન્સરની બીમારી વગેરે શરીરને તો નુકશાન થાય જ છે. પરંતુ પરિવારને સાથે આર્થિક નુકશાન થાય છે.
પ્રશ્ન:- બંધાણીઓને તમાકુ- સીગારેટ ગુટકા ન ખાવાથી પેટ સાફ ન આવવું કે ઓલ્કોહોલ ન લેવાથી ઉંઘ ન આવે આવું બની શકે ખરૂ?
જવાબ:- ટોલરન્સ ડેવલોપ થાય છે જેથી ઝાડામાં તકલીફ થાય, ઉંઘ ન આવે વગેરે માનસીક અને શારીરિક તકલીફ છે પરંતુ સામાન્ય રીતે વ્યસન મુકવા માટે ના આ બધા બ્હાના હોયછે મનોબળ ઇચ્છા શકિતથી વ્યસન મુકત થઇ શકાય છે.
પ્રશ્ન:- મેડીકલ સાયન્સમાં ચાને વ્યસન ગણવામાં આવે છે?
જવાબ:- મેડીકલ સાયન્સમાં ચાને વ્યસન તો ગણવામાં નથી આવ્યું પરંતુ તેના કેફીન પદાર્થોને વ્યસન તરીકે ગણવામાં આવે છે. અને ચા માપમાં પીવાથી સામાજીક જીવનમાં કંઇ નુકશાન થતું નથી પરંતુ વ્યકિતએ ચા પીધી નથી જેથી તેને કંઇ મજા નથી આવતી આવી વાતને વ્યસન ગણી શકાય ખરૂ
પ્રશ્ન:- ડ્રીપ્રેશ અને માનસીક રોગો ના બેઝીક કારણો શું અને તેનું નિવારણ શું છે…?
જવાબ:- ડ્રીપ્રેશન અને માનસીક રોગોના બેઝીક કારણો જોઇએ તો તે વારસાગત પણ હોઇ શકે છે. અથવા તો મગજમાં અમુક રસીપણ ઉંચા નીચા થાય છે તેને આપણે ડીગ્રેશન અથવા માનસીક રોગ કહીએ છીએ. આ બાયોલોજીકલ કારણ છે જયારે સાકયોલોજીક કારણ જોઇએ તો વર્તમાન સમયમાં લોકોની અપેક્ષાઓ ખુબ જ વધી છે. જે અપેક્ષાઓ પૂર્ણ ન થતા માણસ દુ:ખી થાય છે અને તેના હિસાબે આ બધી તકલીફો થતી હોય છે. બીજા કારણમાં જોઇએ તો વ્યકિતનો ઉછેર, વાલીઓ દ્વારા બાળકો પ્રત્યે ઘ્યાન કેવું છે? અથવા કોઇ શારિરીક એકટીવીટી ન હોય આવા કારણો પણ ડીપ્રેશન માનસીક રોગનું કારણ બની શકે છે.
પ્રશ્ન:- ડીપ્રેશન માનસીક રોગ દર્દીને આજીવન રહે છે? કે દવાથી સારૂ થઇ શકે છે?
જવાબ:- ડ્રીપ્રેશન અને સ્ટ્રેટસમાં લાઇફ ટાઇમ દવા લેવી પડતી નથી. દવાની સાથે વ્યકિત પોતાનો સ્વભાવ તેમજ લાઇફ સ્ટાઇલ વગેરેમાં ફેરફાર કરે તો દવાથી સારૂ થઇ જાય છે.
પ્રશ્ન:- યોગ- પ્રાણાયામ કરવાથી માનસીક રોગ મટાડી શકાય?
જવાબ:- યોગ-પ્રાણાયામથી થોડો ઘણો ફાયદો થાય છે પરંતુ રોગ તેની લીમીટ વટાવી ગયો હોય અથવા અમુક સાયકોસીસ બાયકોલા રોગમાં મેડીકલ સારવાર જરુરી છે.
પ્રશ્ન:- કોરોના કાળમાં લોકોની માનસીક સ્થીતી શું થઇ છે.
જવાબ:- કોરોના કાળમાં લોકોની માનસીકતામાં ઘણો બધો ફેર પડયો છે. જે લોકો ડીપ્રેશનમાં પીડાતા હતા આવા લોકોમાં ડરનું પ્રમાણ વઘ્યું છે. વ્યકિતને સામાન્ય શરદી, ઉઘરસ થાય અને ડોકટર કહે કે આ સામાન્ય છે. છતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે. જેથી કોરોનાના કારણે લોકોમાં ભય તેમજ શરીર પ્રત્યેની ચિંતા પણ વધી છે.
પ્રશ્ન:- વીરનગર ખાતે વર્ષોથી ચાલતા વ્યસન મુકિત કેન્દ્ર અંગે માહીતી આપશો?
જવાબ:- વિરનગરમાં શિવાનંદ મિશન દ્વારા વ્યસન મુકિત કેન્દ્ર ચલાવવામાં આવે છે કે જેમાં નશામુકિત મંડળ અને સમાજ સુરક્ષા ખાતાનો સહયોગ મળે છે. ત્યાં 1પ બેડની વ્યવસ્થા છે. ત્યાં હોલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યાં દવા-કાઉન્સેલીંગ તેમજ જીવનના પશ્ર્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરાય છે. સામાન્ય રીતે ત્યાં આલ્કોહોલ, અફીણ ડોડવા વગેરેના વ્યસનથી પીડાતા દર્દીઓ આવે છે અને મોટાભાગે 1પ બેડનું આ વ્યકત મુકિત કેન્દ્ર ફુલ રહેતું
હોય છે અને તે પણ વિનામૂલ્યે સારવાર કરાય છે.
પ્રશ્ન:- આ કેન્દ્રમાં દર્દીઓ પરિવારના દબાણથી કે સ્વૈચ્છાએ આવતા હોય છે.
જવાબ:- મોટાભાગના કેઇસ એવા હોય છે કે જેને સ્વૈચ્છીક રીતે વ્યસન મુકત થવું હોય તેવા લોકો આવે છે. કારણ કે વ્યસનથી તે ખુબ જ કંટાળી જાય છે. અમુક કેસોમા દર્દીને પરિવારજનો પરાણે લાવે છે.
પ્રશ્ન:- જીંદગીને વ્યસનથી દુર કેવી રીતે રાખવી?
જવાબ:- વ્યસન મુકિત માટે ઇચ્છા શકિત મહત્વનો ભાગ ભજવે છે અને વ્યસન કરનાર મિત્રો કે ગ્રુપ છોડી દેવું જરૂરી છે.