અમરેલીમાં સુખનિવાસ કોલોની પાસે આવેલી રેશનીંગની દુકાનમાં  વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા ભાવના ઘઉં અને  ચોખા માત્ર એક જ વખત મળ્યા છે.આ અંગે મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ  કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તી છે.

અમરેલી શહેરમાં આવેલી સુખનિવાસ કોલોની પાસે આવેલ રેશનીંગ કાર્ડની દુકાનમાં અનાજમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે. શહેરમાં તમામ રેશનીંગની દુકાનોમાં ઘઉં અને ચોખા બંને વારાના  સસ્તા ભાવે  અને સરકાર તરફથી મફત અનાજ આપવામાં આવતું  હોય છે. જયારે ચિતલ રોડ પર આવેલ  સુખનિવાસ કોલોનીમાં આવેલ રેશનીંગની દુકાનમાં માત્ર એક જ વખતનું  અનાજ દેવામાં આવી રહ્યુ છે.

સસ્તા ભાવે આપવામાં આવતું રેશનીંગનુ અનાજ ગયું તો ગયું  કયાં.જો આની મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે .લોકોને રેશનીંગ કાર્ડની દુકાનના  સંચાલન દ્વારા કહેવામાં આવે છે.કે પૈસા દ્વારા મળતું  અનાજ  આ મહિને પણ નહીં મળે અને તે પછીના મહિને પણ નહીં મળે તેવા જવાબો આપવામાં આવે છે. આમ સસ્તા ભાવે મળતું અનાજ તો જાય છે કયાં તેવા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થઇ રહી છે. આમ લોકોની માગણી છે. તેની જલદીથી કડક પગલાં લેવામાં આવે જેથી મોટો ભ્રષ્ટાચાર દુર થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.