શું તમે 45 ની ઉમર વટાવી ચુક્યા છો? તો તમારૂં ઇન્વેસ્ટમેન્ટ એવું હોવું જોઇએ જે સરવાળા કરે, બાદબાકી નહી..!  સાથે જ તમારે ગુણાકારની બહુ મોટી આશા રાખવી નહીં કારણ કે ગુણાકારની ગણતરી ઘણીવાર ભાગાકાર કરી નાખતી હોય છૈ! આવી બધી ગણતરીઓનાં સવાર-સાંજ આંકડા માંડવા કરતા નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું હિતાવહ છે.

એવું નથી કે એન.પી.એસ માં ગુણાકાર વળતર મળતા જ નથી. વિતેલા વર્ષમાં એન.પી. એસ. માં રોકાણ કરનારાઓને ટાયર-1 તથા ટાયર-2 માં   50 થી 60 ટકા સુધીનાં વળતર મળ્યા છે.  પરંતુ આવા વળતર સતત મળવા શક્ય નથી હોતા. મતલબ કે તમે જેટલું વધારે જોખમ લો એટલા ઉંચા વળતરની સંભાવના હોય છે. પરંતુ 45 વર્ષની ઉંમર બાદ જોખમ ઘટાડવાનાં હોય વધારવાના નહી. રોકાણનાં આયોજનનાં મેડિકલ પ્રિસ્ક્રીપ્શન જેવા કોઇ ચોક્કસ નિયમો નથી. પરંતુ જો તમે 35 થી 45 વર્ષની વય વચ્ચે હોય તો તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટનાં 60 ટકા નાણા ઇક્વિટી ફંડમાં અને 40 ટકા નાણાં ડેબિટ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જોઇએ.

અહીં તમારે સમયની સથે વધનારી મોંઘવારીને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છૈ. ખાસ કરીને જ્યારે તમે નિવૄત્તિનું આયોજન કરતા હોવ ત્યારે છેલ્લા પાંચ વર્ષના મોંઘવારીનાં દરને નજર સામે રાખીને તમારી નિર્વૄત્ત માટે બાકી રહેલી રહેલી ઉંમરને ધ્યાનમાં રાખીને મોંઘવારીની ગણતરી કરવી જોઇએ.  અહીં એક અતિ મહત્વનો મુદ્દો છે તમારૂં નિવૄત્તિનું આયોજન કેટલા વર્ષનું હોવું જોઇએ. ગણતરી એવું કહે છે કે 60 વર્ષે નિવૄત્ત થયા બાદ બીજા 25 વર્ષ  એટલે કે તમારી 85 વર્ષની ઉંમર સુધીનું આયોજન થવું જોઇએ. જે તમારા હાલનાં વાર્ષિક ખર્ચનું 25 થી 30 ગણું હોઇ શકે છે. આમાં પણ તમારા સંતાનોની ઉમર તથા તેમના વ્યવસાયિક જીવન શરૂ થવાના સમયગાળા સાથે પણ સંકલન સાધવું જરૂ્રી છે. બીજા શબ્દોમાં કહીએ તો 60 વર્ષે તમારા માસિક ખર્ચ જેટલી આવક તમારા ઇન્વસ્ટમેન્ટનાં વ્યાજમાંથી આવવી જોઇએ. આવી લાંબી ગણતરી સૌ કરી શકતા નથી તેથી જ એન.પી.એસ ને સરળ સાથી માનવામાં આવે છે.

હા, એન,પી. એસ સાથે જ્યારથી ઉચ્ચ દરજ્જાનાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાનરો જોડાયા છે ત્યારથી એન.પી.એસનો પોપ્યુલારિટી ગ્રાફ ઉંચો ગયો છે. વળી દિગ્ગજો તો એમ પણ કહે છે પાકતી ઉમરે પહોંચ્યા બાદ કોઇએ એન.પી.એસ દ્વારા ઉંચી  કમાણી કરવા મળે તેવા લોભ ના બદલે લાંબાગાળે ચોક્કસ રકમ પાછી મળે તે ગણતરી કરવી જોઇએ. કારણ કે એન.પી.એસ માત્ર નાણા કમાવા માટે નથી. તે સેવિન્ગ્સ માટે છે જેને તમે મરણમુડી કહી શકો.  મ્યુચ્યુઅલ ફંડ તથા એન.પી. એસ વચ્ચે નો તફાવત એટલો છે કે એન.પી.એસમાંથી તમે ગમે ત્યારે એક્ઝીટ લઇ શકો છો જે સુવિધા એન.પી. એસમાં નથી.

પેન્શન પ્લાનમાં માંથી બહાર આવવા માટે તમારી 60 વર્ષ ની ઉંમર અથવા તો રોકાણને 10 વર્ષનો સમય વિતી ગયો હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારા એન.પી. એસમાં થયેલા કુલ મુડીરોકાણનાં વધુમાં વધુ 75 ટકા નાણાં જ ઇક્વિટીમાં રોકી શકાય છે. આ તમામ ગણતરીઓ પછી પણ વિતેલા વર્ષમાં ટાયર-1 પ્લાનમાં એલ.આઇ.સી પેન્શન ફંડે 59.56 ટકા, આઇ.સી.આઈ.સી.આઇ-પ્રુ પેન્શનમાં 59.47 ટકા તથા યુ.ટી.આઇ પ્લાને 58.91 ટકા વળતર આપ્યા છે.   આજ રીતે ટાયર-2 માં પણ વિવિધ ફંડોમાં આવા જ વળર મળ્યા છે. જો કે આ વળતર એક વર્ષના છે  બે-ત્રણ વર્ષની સરેરાશ 12 થી 15 ટકા વળતર સુધી આવે છે.

Screenshot 1 52

વિતેલું વર્ષ એવું હતું કે એન.પી.એસ માં 60 ટકા સુધીનાં વળતર મળ્યા પણ દરેક વર્ષ એવા હોતા નથી. તેથી જ સતત પાંચ કે છ વર્ષ સુધી રોકાણ કર્યા બાદ જ રોકાણકારને કાંઇક સારૂં વળતર મળી રહ્યું હોવાનો અનુભવ થાય છે. ખાસ યાદ તો એ રાખવાનું છે કે એન.પી.એસ માં વળતર કેટલા ટકા છુટ્યું એના કરતાં વળતર વધતી જતી મોંઘવારીની તુલનાએ કેટલું વધારે છે એ જોતા રહેવાનૂં છે. જે નિવૄત્તિ સમયે તમને વધુ આસાન જીવન આપશે.  આ ઉપરાંત એન.પી.એસ માં કરાયેલું રોકાણ વધુ 50,000 રુપિયા સુધીનાં રોકાણને ટેક્સ ફ્રી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.