મેષ રાશીફળ – આ રાશિના જાતકોની તબીયત આજના દિવસ દરમિયાન સારી રહેશે. હંસી-મજાકમાં કરવામાં આવેલી વાતોને લઈ શંકા કરવાથી બચો. આજે કાર્યસ્થળ પર લોકોને આકર્ષિત કરવા માટેનો સારો દિવસ છે. આજના દિવસ દરમિયાન તમારા જીવનસાથી તમારી પાસે કોઈ વાયદો માંગી શકે છે, પરંતુ એવો કોઈ વચન ન આપવો જે તમે પુરો ન કરી શકો. જો આજે તમારી કિંમતી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની પૂરી સંભાવના છે.
વૃષભ રાશીફળ – આજે તમારી તબીયતને કારણે હોસ્પિટલ જવું પડી શકે છે, તેથી સવાસ્થ્યનું ખૂબ જ સાવધાની રાખવી. આજના દિવસમાં વધારાનું ધન રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું ફાયદો થઈ શકે છે. આ રાશિના જાતકોએ પ્રેમ સંબંધમાં ગુલામની જેમ વ્યવહાર કરવો નહીં. આજના દિવસ દરમિયાન પ્રતિસ્પર્ધાના કારણે આ રાશિના જાતકોને કામકાજ વધારે રહી શકે છે જેનાથી થાક પણ મહેસુસ થશે. પરેશાની જીવનનો જ એક ભાગ છે, પરંતુ આજનો દિવસ લગ્ન જીવનમાં મુશ્કેલી પેદા કરી શકે છે. આજના દિવસ દરમિયાન કોઈ પણ ખરાબ પરિસ્થિતી આવે મગજને શાંત રાખવો અને જીભ પર કાબૂ રાખવો.
મિથુન રાશીફળ – આ રાશિના લોકોએ આજે સકારાત્મક રહેવું જેનાથી તમે આજે તમે ઉર્જાથી ભરેલા રહેશો. આજના દિવસ દરમિયાન અચાનક કોઈ સ્થળેથી તમને નફો મળી શકે છે. આ રાશિના જાતકોને કોઈ પ્રત્યેનો એકતરફો લગાવ ખુશી બગાડી શકે છે. આજે કામકાજ પર વધારે ધ્યાન આપવું અને બિનજરૂરી મોબાઈલ, સોશિયલ મીડિયા જેવી વસ્તુથી દુર રહેવું નહિતર તમારા કામ પર તેની અસર પડી શકે છે. આજે તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો તથી કોઈ પર પણ ટીપ્પણી કરવાથી બચવું. આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ ભર્યો પસાર થઈ શકે છે તેથી વધુ વાદ-વિવાદ કરવાથી બચવું.
કર્ક રાશીફળ – આ રાશિના જાતકોનો દાનવીર જેવો વ્યવહાર તમને છુપા આશીર્વાદરૂપ સાબિત થશે જે તમને શંકા, લાલચ જેવી ખરાબ વસ્તુઓથી બચાવશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે લાભકારક નથી, તથી ખર્ચા પર નજર રાખો અને ફાલતુ ખર્ચા કરવાથી બચવું. તમારી મુશ્કેલીમાં મિત્રો અને સબંધીઓ મદદ માટે હાથ લંબાવશે. કાર્યક્ષેત્રમાં કામમાં તમને તમારી પ્રગતી જોવા મળશે. આ રાશિના જાતકોને યાત્રા માટે આજનો દિવસ શુભ નથી.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકોએ તણાવથી બચવા માટે દિવસ દરમિયાન બાળકો સાથે સમય વિતાવો. રોકાણ માટે સારો દિવસ છે, પરંતુ સલાહ મુજબ રોકામ કરવું. પોતાના વિચારો પરિવાર પર ના થોપવા, નહીં તો વિવાદ ઉભો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વિચાર મુજબ કામ નહીં થાય. આજે તમારા પરિવાર સાથે સમય વિતાવવા માટે સારો સમય છે.
કન્યા રાશીફળ – નિયમિત વ્યાયામ દ્વારા વજન પર કાબુ મેળવો. તળેલી વસ્તુ ખાવાથી બચવું. તમે જો આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ ઈચ્છતા હોય તો, સુરક્ષિત આર્થિક પરિયોજનામાં રોકાણ કરવાથી લાભ મળી શકે છે. તમારા પરિવાર સાથે સંવાદની અછત તણાવ આપી શકે છે. જીવનસાથીની ખોટી માંગ સામે જુકવું નહીં. તમારી સખત મહેનત અને નિષ્ઠા ખુદ તમારા માટે બોલશે અને બીજા લોકોનો વિશ્વાસ અને સહયોગ તમને મળશે. જે પણ તમને મળે તેની સાથે વિનમ્ર વ્યવહાર રાખવો. પરિવાર સાથે થોડો મુશ્કેલી ભર્યો દિવસ રહે.
તુલા રાશીફળ – તમારી તબીયતનું ધ્યાન રાખો, કેમ કે નબળુ શરીર દિમાગને નબળુ બનાવી શકે છે. આર્થિક સમસ્યાએ રચનાત્મક વિચારો બેકાર કરી દીધા છે. માત્ર પોતાની વાત ના કરો, બીજાની સલાહ પણ સાંભળવાનું રાખો. કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ તરફ લઈ જશે. જીવનસાથી સાથે તણાવ રહી શકે.
વૃશ્ચિક રાશીફળ – જેવી તમે પરિસ્થિતિ પર પર પકડ બનાવવાની શરૂ કરશો, તમારી ગભરાહટ ગાયબ થઈ જશે. આર્થિક રીતે માત્ર એક સ્ત્રોતથી જ લાભ થશે. તમારા ભાઈ તમારી મદદમાં આવશે. દિવસભર થોડી સુસ્તી રહી શકે છે, જેના કારણે તમારા કામની ગુણવત્તા પર અસર પડી શકે છે. તમારા જીવનસાથીની કોઈ ગોપનીય વાત તમને ખબર પડી શકે છે, જે તમે ક્યારે જાણવા નથી માંગતા.
ધન રાશીફળ -આ રાશિના જાતકોને કોઈ આધ્યાત્મિક વ્યક્તિનો આશિર્વાદમનની શાંતી તથા પ્રગતિના પંથે લઈ જશે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડ સમયે સાવધાની રાખવાની જરૂરત છે. આજે પ્રેમમાં પડવું મુશ્કેલી ઉભી કરી શકે છે. કામમાં વ્યવસાયિક વલણ તમરા વણાણ કરાવી શકે છે. અચાનક યાત્રા કરવાથી તણાવનો શિકાર બની શકો છો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે ખરાબ રહી શકે છે.
મકર રાશીફળ – આ રાશિના જાતકોને સફળતા નજીક હોવા છતા ઉર્જા સ્તરમાં ઘટાડો આવશે પરંતુ ધીરજ રાખવાથી બધુ જ સરખું થઈ જશે. મનોરંજન અને એશોઆરામના સાધનો પાછળ વધુ ખર્ચ ન કરીને જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું. પારિવારીક ગુપ્ત ભેદ ખુલી જવાથી તણાવ રહી શકે છે. કામકાજના દબાણને શાંત કરવાનો સમય પણ નહીં મળે. વૈવાહિક જીવનમાં ખરાબ સમય દુર થવાથી રાહત મળશે.
કુંભ રાશીફળ – આ રાશિના જાતકોનો વિનમ્ર સ્વભાવ તમામ કાર્યમાં મદદ કરશે. આજે કાર્યસ્થળ પર કેટલાક લોકો તમારા આ જ વિનમ્ર સ્વભાવના વખાણ કરી શકે છે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખો. તમારી પરેશાની ખુબ મોટી હશે, પરંતુ તમારી આસ-પાસના લોકો તે સમજી નહીં શકે. ઓફિસમાં કામમાં ધ્યાન આપવું, નહીં તો વિવાદ ઉભો થઈ શકે છે. ઓફિસમાં ગુસ્સા પર કાબુ રાખવો. મુસાફરી માટે દિવસ સારો નથી.
મીન રાશીફળ – કોઈ સંત પુરૂષનો આશિર્વાદ માનસિક શાંતી આપશે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. આજે તમને લાભ મળશે, પરિવારના સભ્યો તમારા સકારાત્મક વલણના વખાણ કરશે. જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ આપી ખુશ કરવા માટે સારો દિવસ છે. ઓફિસમાં વીડિયો ગેમ રમવાનું ભારે પડી શકે છે. આજના દિવસે અંતિમ સમયમાં કોઈ યોજનામાં ફેરફાર આવી શકે છે.