“યે ઈશ્ક નહીં આસન બસ ઈતના સમજ લીજીયે એક આગ કા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ” આ કહેવત તો આપણે સાંભળી જ છે. ઘણી વખત પ્રેમમાં એવી પરિસ્થિતિ આવી જાય છે કે તેમને આત્મહત્યા સિવાય કોઈ બીજો વિકલ્પ સુજતો નથી આવી જ એક ઘટના હળવદના સુખપુર ગામમાં થઈ છે જ્યાં હળવદ સમાજ એક નહિ થવા દે ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે. આ આપઘાતની ઘટના ગામમાં અરેરાટી થઈ છે.
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગામની આ ઘટના છે . ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામના રહેવાસી સહદેવ ભાઈ જસમતભાઈ અઘરા અને કાજલ બેન છગનભાઈ કોળી આજે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવાના ડરથી બંનેએ ટ્રેન નીચે આવીને આપઘાત કર્યો છે.
બંને પ્રેમી પંખિડા દેવપૂરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ બંને મૃતકોની લાશને પોસમોટમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી છે.પોસમોટમની કાર્યવાહી બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.