ભારતમાં અને વૈશ્વિક સ્તરે દર વર્ષે જાદુગરોની કોમ્પીટીશન થતી હોય છે જેમાં ખુબ જ મોટી સંખ્યામાં જાદુગરો ભાગ લેતા હોય છે. પરંતુ કોવિડ-19 મહામારીના કારણે ચાલુ વર્ષે આવી સ્પર્ધાઓનું આયોજન કરવાને બદલે ઓન લાઇન ઇન્ટર નેશનલ મેજીક કોમ્પીટીશનના આયોજનો કરવામાં આવેલ છે જે પૈકી અમેરિકાના જાદુ સંગઠન આઇ.એમ.બી. દ્વારા કલબ મેજીક જે.10 દ્વારા ઓન લાઇન ઇન્ટર નેશનલ મેજીક કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દુનિયામાં 30 જેટલા વિવિધ દેશોમાં 1ર00 કરતા વધારે જાદુગરોએ ભાગ લીધેલ છે
જેમાં કચ્છના ફિલ્મ સ્કીન એવોર્ડ વીનર એકટર અને જાદુગર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મલ્ટી ટેલેન્ટ આટીસ્ટનો એવોર્ડ મેળવનાર તથા સત્ય મેવ જયતે સીરીયલની જાહેરાતમાં આમીન ખાન સાથે જાહેરાત કરનાર જાદુગર જવાલાની પસંદગી થયેલ છે. આ ઉપરાંત મેજીક મેનીયા સંસ્થા દ્વારા માસ્ટક બ્લાસ્ટક ઓન લાઇન મેજીક કોમ્પીટીશનમાં પણ જાદુગર જવાલાની પસંદગી થયેલ છે. તેમજ ઓલ ઇન્ડિયા મેજીક સોસાયટી દ્વારા આયોજીત ઓન લાઇન ઇન્ટર નેશનલ મેજીક ચેમ્પીયનશીપ તિલ્સ્મ-2021માં પણ જાદુગર જવાલાની પસંદગી કરવામાં આવેલ છે જે સ્પર્ધામાં તા. ર7 જુુન 2021ના રોજ ઝુમ એપ પર જાદુગર જવાલા લાઇવ જોવા મળશે.
આ ઉપરાંત જાદુગર જવાલા વર્ષોથી અંધશ્રઘ્ધા નાબુદી અભિયાન ચલાવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાટક અબડો જામમા જાદુગર જવાલાના અલાઉદ્દીન ખીલજીના પાત્રની પ્રસંશા કરેલ છે. કચ્છના આ કલાકાર પોતાની કલાના કામણ વિશ્ર્વ સ્તરે પ્રસરાવે તેવી શુભેચ્છા ઠેર ઠેરથી મળી રહે છે.