આર્ટિફિશિયલ ઈન્ટેલીઝન્સના પાયાના સંશોધકો સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ કરશે ગોષ્ઠી: સામ પિત્રોડા સાથે મુલાકાતનો તખ્તો તૈયાર
ભાજપે ડિજિટલાઈઝેશનનો ભરપુર લાભ ઉઠાવ્યો છે, જેની સામે રાહુલ ગાંધી હવે આર્ટિફિશિયલ ઈન્ટેલીઝન્સનો સહકાર લેવાની તૈયારીમાં
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હવે ડિજિટલાઈઝેશનથી એક ડગલુ આગળની ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છે. રાહુલ ગાંધી આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સના મુળમાં રહેલા સંશોધકોને અમેરિકા જઈને સંબોધશે. ભારત સોફટવેર ડેવલોપમેન્ટ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. જેની સાથો સાથ હવે દેશમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સની જ‚રીયાત પણ ઉભી થઈ છે. ભાજપે ડિજિટલાઈઝેશનનો ભરપુર લાભ ઉઠાવ્યો છે. જેની સામે રાહુલ ગાંધી હવે આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સનો સહકાર લેવાની તૈયારીમાં છે.
અમેરિકાની સીલીકોન વેલી હાલ આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સના વિકાસ માટે ઉંધેકાંધ કામ કરી રહી છે. ચીનમાં તો અત્યારથી જ આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સના ક્ષેત્રે મુડી રોકાણ લાવવા પ્રયત્નો થયા છે. ત્યારે રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ આ ક્ષેત્રે મહત્વનો બની રહેશે. રાહુલ ગાંધી ઓવરર્સીસ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાને મળશે. આ મુલાકાતને ઘણા હળવી મજાકના મુડમાં પણ લઈ રહ્યાં છે. કોંગ્રેસમાં બુધ્ધિધનની અછત હોય તેમ રાહુલ ગાંધી હવે આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સનો સહારો લઈ જઈ રહ્યાં હોવાની ટીખળ થઈ રહી છે.
ભારતમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીઝન્સ ક્ષેત્રે હજુ પોલીસી ઘડતર સહિતની પ્રક્રિયાઓ અધુરી છે. રાહુલ ગાંધી આ ક્ષેત્રે કોંગ્રેસને આગળ લઈ જવા માંગે છે. દેશમાં ભાજપે ડિજિટલાઈઝેશનનો ભરપુર ઉપયોગ કરીને અનેક ચૂંટણીઓમાં વિરોધ પક્ષોને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસ સોશ્યલ મીડિયા કે ડિજિટલ ક્ષેત્રે આ મામલે પાછળ હોવાના અનેક આક્ષેપોનો સામનો કરે છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હવે તમામથી એક ડગલુ આગળ ચાલી રહ્યાં છે.
અમેરિકામાં રાહુલ ગાંધી સિલીકોન ઈન્ટેલીઝન્સના સંશોધકો સાથે આ ક્ષેત્રે કઈ રીતનો કેવી રીતે અને કયારે ભારતમાં આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરશે. આ મામલે તેઓ નિષ્ણાંતોનો મત લેશે અને તેનું કોંગ્રેસની ગતિવિધિમાં ઉપયોગ પણ કરી શકે તેવી શકયતાઓ છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં બુધ્ધિધન ધરાવતા સલાહકારોની અછત હોવાની મજાક થાય છે. સલાહકારો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરે છે અથવા નકામી સલાહો આપે છે. પરિણામે સમય, સંપતિનો વ્યય થાય છે. રાહુલ ગાંધી આ ક્ષેત્રે વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ કરવાની જગ્યાએ ટેકનોલોજી ઉપર વિશ્ર્વાસ કરે તેવી શકયતા પણ છે. જો કે અમેરિકા પ્રવાસનો મુળ ધ્યેય ટૂંક સમયમાં બહાર આવશે.