રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 44મી વાર્ષિક સભામાં, ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ Jio અને ગૂગલની ભાગીદારીમાં એક નવો અલ્ટ્રા અફોર્ડેબલ 4G સ્માર્ટફોન JioPhone-Nextની જાહેરાત કરી છે. નવો સ્માર્ટફોન Jio અને Googleની સુવિધાઓ અને એપ્લિકેશનથી સજ્જ હશે. આ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ Jio અને ગૂગલે સાથે મળીને બનાવી છે.
રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટરે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘ગૂગલ અને Jioએ JioPHONE NEXT ફોન વિકસાવ્યો છે. જેનું નામ JioPhone Next રાખવમાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ Jio અને ગૂગલની ભાગીદારીમાં બનાવેલા નવા સ્માર્ટફોન JioPhone-Next ની જાહેરાત કરી. નવો સ્માર્ટફોન Jio અને Googleના ફીચર્સ અને એપ્લિકેશનથી સજ્જ હશે. આ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ Jio અને ગૂગલે સંયુક્ત રીતે વિકસિત કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય લોકોના ખિસ્સા માટે બનાવવામાં આવ્યો છે. તે ખૂબ જ સસ્તો હશે અને 10 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી બજારમાં ઉપલબ્ધ થશે.
અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘5G ઇકોસિસ્ટમ વિકસાવવા અને 5G ઉપકરણોની શ્રેણી વિકસાવવા માટે અમે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ. Jioએ ફક્ત દેશને 2G ફ્રી બનાવ્યા સાથે સાથે 5G નેટવર્ક લાવવા પણ સક્ષમ છે.’
Jio Phone Nextની કિંમત જાહેર કરાઇ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવશે. Jio-ગૂગલનો એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટફોન Jio Phone Next ગેમ ચેન્જર સાબિત થશે. તે કરોડો લોકોનું જીવન બદલી શકે છે. Jio-ગૂગલનો નવો સ્માર્ટફોન ઉમદા સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને સામાન્ય માણસને પરવડે તેવા ભાવ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.