થોડા સમય પહેલા જ બ્લડમૂનની ખગોળીય ઘટના બની હતી જેનો અવકાશીય નજારો અત્યંત આહ્લાદક હતો. ગ્રીષ્મ સંક્રાંતિ પૂર્ણ થયા બાદની આજે પ્રથમ પુર્ણિમા છે. પૂર્ણિમાના ચંદ્ર જોવામાં પણ અત્યંત નયનરમ્ય હોય છે ત્યારે આ વર્ષે, 24 જૂન એટ્લે કે આજના દિવસમાં આકાશમાં એક અનોખી અવકાશી ઘટના દેખાશે. આ ઘટનામાં ચંદ્ર સ્ટ્રોબેરીના રંગનો દેખાશે. આ અનોખી ખગોળીય ઘટનાને “સ્ટ્રોબેરી મૂન” કહેવામાં આવે છે. આ દિવસે, ચંદ્ર કદ પોતાના કદ કરતાં મોટો અને સ્ટ્રોબેરીની જેમ ગુલાબી રંગનો દેખાશે. કેટલીક જગ્યાએ તેને હોટ મૂન અથવા હની મૂન પણ કહેવામાં આવે છે.
શું ખાસ હશે ?
ચંદ્રમા પોતાની કક્ષામાં પૃથ્વીની નિકટતાના કારણે સામાન્ય કદથી ખૂબ મોટો જોવા મળશે. આ પૂર્ણિમાના ચાંદને “સ્ટ્રોબેરી મુન” કહેવાય છે.
સ્ટ્રોબેરી મૂન નામ ક્યાંથી આવ્યું છે?
સ્ટ્રોબેરી મૂન નામ પ્રાચીન અમેરિકન આદિજાતિઓ પરથી પડ્યું છે, જેમણે સંપૂર્ણ ચંદ્ર સાથે સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત ગરમીની સિઝન પછીની પુર્ણિમાથી કરી હતી . ત્યારથી આ પૂર્ણિમાને “સ્ટ્રોબેરી મૂન” કહેવામાં આવે છે જેનું નામ અમેરિકાના સ્થાનિકો દ્વારા પાડવામાં આવ્યું છે. તે વિશ્વના વિવિધ ભાગોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. યુરોપમાં સ્ટ્રોબેરી મૂનને રોઝ મૂન કહેવામાં આવે છે, જે ગુલાબની લણણીનું પ્રતીક છે. ઉત્તરીય ગોળાર્ધમાં તેને ગરમ ચંદ્ર કહેવામાં આવે છે કારણ કે તે વિષુવવૃત્તની ઉત્તરે ઉનાળાની ઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે ત્યાં ઉનાળાની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.આ દિવસે મધના છતામાથી મધ બનવાની શરૂઆત થાય છે તેથી તેને હનીમૂન પણ કહેવામા આવે છે.
આ સ્ટોબેરી મૂનને બ્લૂમિંગ મૂન, ગ્રીન કોર્ન મૂન, હોર મૂન, બર્થ મૂન, એગ લેઇંગ મૂન અને હેચિંગ મૂન, હની મૂન અને મીડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટ્રોબેરી મૂન એક રાતથી વધુ સમય માટે જોવા મળશે.
તાજેતરના સમયમાં, ઘણી ખગોળીય ઘટનાઓ જોવા મળી છે. ભૂતકાળમાં સુપર મૂન, બ્લડ મૂન, ચંદ્રગ્રહણ અને ત્યારબાદ રીંગ ઑફ ફાયર એટલે કે સૂર્યગ્રહણ દેખાયું હતું. હવે આજના દિવસનું સ્ટ્રોબેરી મૂન પણ ખૂબ ખાસ રહેશે. આ સ્ટોબેરી મૂન બાદ હવે, 22 ઓગસ્ટે સ્ટર્જન મૂન પણ જોવા મળશે