અબતક, સુરતઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કલાકો માટે ગુજરાત આવ્યા હતા. અહીં એક સભામાં વિવાદાસ્પદ નિવેદનને લઇને તેમના પર માનહાનીનો કેસ દાખલ થયો હતો જેમાં તારીખ પડતા તેઓ કોર્ટ કાર્યવાહીમાં સુરત કોર્ટમાં હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધી સુરત આવતાં જ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરેલા માનહાનીનો કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ અંદાજે તમામ પ્રશ્નોના જવાબ મને ખબર નથી..મને ખબર નથી…મને ખબર નથી….એવા જવાબ આપ્યા હતા.

શું છે સમગ્ર કેસ ?

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગ્લોર નજીક એક જાહેર સભામાં તમામ એવું નિવેદન આપ્યું હતું કે મોદી અટક વાળા ચોર કેમ હોય છે?. ત્યારબાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અગાઉ પણ રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા ત્યારબાદ બીજી તારીખ પડતાં તેમાં પણ હાજરી આપવા માટે રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું રાષ્ટ્રીય રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધન કરું છું માટે તમામ જાહેર સભામાં હું શું બોલ્યો છું એવું મને સંપૂર્ણ યાદ નથી.

ફરિયાદી પક્ષ દ્વારા તેનો વાંધો ઉઠાવવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, આ ઇલેક્ટ્રીક ગેજેટ હોવાથી તેનો ઉદભવ સ્થાન અને ઓથેન્ટીસીટી પૂરવાર થતી નથી. આ મુદ્દે બચાવપક્ષ દ્વારા પુરાવા અંગે બે સાહેદોને રજૂ કરવાના હતાં. પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધા હતા. જેને પગલે, ફરિયાદી પક્ષ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટમાં જો સ્ટે ન આવે તો આગામી 12 જુલાઈના દિવસે સુનાવણી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.