કોરોના આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ તેની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. ઘણા દેશો કોરોનાની ત્રીજી તો ઘણા દેશો કોરોનાની ચોથી લહેરમાં સપડાયા છે કાચિંડાની જેમ કલર બદલી રહેલા કોરોનાને કારણે ભારતમાં પણ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. એવામાં નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ વધુ ચિંતાનું કારણ બન્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળમાં આ નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસના કુલ 22 કેસ સામે આવતા સરકારની ચિંતા અનેકગણી વધી ગઈ છે. આ નવા વેરીએન્ટને “વેરીએન્ટ ઓફ કનસર્ન” એટલે કે ચિંતાજનક ઘોષિત કર્યો છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળમાં ‘ડેલ્ટા +’ વેરિએન્ટના 22 કેસ સામે આવતા ત્રીજી લહેરનો ખતરો વધ્યો; ‘વેરિએન્ટ ઓફ ક્નસર્ન’ જાહેર
વાયરસ, ફુગ સહિતના કોઈપણ ગંભીર રોગ સામે આયુર્વેદમાં દાયકાઓથી ઉપચાર છે
જણાવી દઈએ કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ વિશ્વના 80 દેશોમાં જોવા મળ્યા છે. ભારતમાં પણ આ જ વેરીએન્ટ ત્રીજી લહેરના આગમનનું કારણ બનશે તેવો ખતરો મંડરાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સાર્સ કોવ -2 જેનોમિક્સ ક્ધસોર્ટિયમ (આઈએનએસએકોજી)એ અહેવાલ આપ્યો હતો કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, હાલમાં વેરિએન્ટ ઓફ ક ક્ધસર્ન (વીઓસી) છે. જે ફેફસામાં ઝડપથી ફેલાય છે. તેમજ આ નવા વેરીએન્ટ સામે રસી પણ અસરકારક ન હોવાનું ખુલતા ચિંતા વધુ ઘેરી બની છે. મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ અને કેરળના પલકકડ અને પથાનમથીતા તેમજ મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલાલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો મળી આવ્યા છે.
જો કે નોંધનીય છે કે કોરોનાના બદલતા જતા રંગરૂપ સામે સારવાર પદ્ધતિ પણ જાણે ઊણી ઉતરી રહી હોય તેમ લાગી રહ્યું છે. વાઈરસને નાથવા જતા ફુગનો રોગ પણ વ્યાપક બન્યો છે. અણધડ ઉપચાર અને વધુ પ્રમાણમાં એલોપેથીના ઉપયોગના કારણે મ્યુકરમાયકોસીસના કેસ વધતા જઇ રહ્યા છે. જો કે વાયરસ હોય કે ફૂગ કે અન્ય કોઇ ગંભીર બિમારી તેની સામે કોઈ ગંભીર આડઅસર વગર જો ઉપચાર પહેલેથી જ મોજૂદ હોય તો તે આપણા આયુર્વેદમાં છે જ. બસ જરૂર છે તો તેને યોગ્યપણે અનુસરવાની.
કાચિંડાની જેમ ‘કલર’ બદલતા કોરોના સામે કારગર ડયુઅલ-એન્ટી બોડી થેરાપી છે શું?
કોરોના વાયરસના નવા નવા વેરીએન્ટ સામે આવી રહ્યા છે. આના કારણે જ અલગ અલગ લહેર આવી રહી છે. પરંતુ હાલના એક અભ્યાસમાં દાવો કરાયો છે કે હવે આ નવા નવા વેરીએન્ટ સામે ડરવાની જરૂર નથી. કોરોના વાયરસ સામેની લડતમાં એક પડકાર રજૂ કરતા વેરીએન્ટ સામે એન્ટિબોડીઝ અંગે એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના વિવિધ પ્રકારો સામે ડબલ એન્ટિબોડી ઉપચાર અસરકારક છે. આ ડબલ એન્ટીબોડી થેરાપીબે પ્રકારના એન્ટિબોડીઝથી તૈયાર કરવામાં આવે છે અને આ પદ્ધતિ ઉંદરોમા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, કોવિડ -19નું કારણ બનેલા સાર્સ-સીવી -2 ના
નવા વેરિએન્ટ સામે એન્ટિબોડીઝની એકલ અને મિશ્રિત ઉપચારની તપાસ કરવામાં આવી છે. યુએસ એજન્સી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ પ્રકારની ઉપચારના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી દીધી છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના પરિણામો દર્શાવે છે કે બધા જ નહીં, પરંતુ કેટલાક, બે એન્ટિબોડીઝના મિશ્રણથી તૈયાર કરાયેલા ઉંદરો પરના પ્રયોગો કોરોનાના નવા પ્રકારો સામે અસરકારક સાબિત થયા છે.
યુ.એસ.માં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકારોએ પણ આ મિશ્ર એન્ટીબોડી ઉપચાર પદ્ધતિ અસરકારક ગણાવી છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના અધ્યાપક માઇકલ એસ ડાયમંડએ જણાવ્યું કે, પ્રાણી પરીક્ષણમાં અમને કેટલાક આશ્ચર્યજનક પરિણામો મળ્યાં છે. કેટલીક અસ્પષ્ટ સારવાર આપણી અપેક્ષાઓ કરતા સારી નીકળી. જેમ જેમ કોરોનાના નવા પ્રકારો ઉભરી રહ્યા છે, તે સંદર્ભમાં એન્ટિબોડી સારવારની અસર પર નજર રાખવાની જરૂર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે કોરોના વેરિએન્ટ્સની સારવાર માટે મિશ્ર ઉપચારની જરૂર હોય છે. જે પર હવે વધુ ભાર મુકવો જોઈએ.
આફત સાથે ‘અવસર’ પણ આવે… કોરોના આવ્યો બાયોટેક સહિત સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉજજળી તક લાવ્યો
કહેવાય છે ને કે આફત અવસર પણ સાથે લઈને આવે…. કોરોના મહામારીમાં પણ કંઇક આવું જ થયું છે. કોરોના વાયરસ આવ્યો પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી ઉજ્જવળ તકો લાવ્યો છે… મહામારી પહેલાના સમયમાં કોને ખબર હતી કે ભારત સહિત વિશ્વભરના દેશોના આટલા મોટા પ્રમાણમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારાની જરૂર હશે !! ભારતમાં તો ઘણા ખરા રાજ્યો એવા હતા અને હજુ છે પણ ખરા કે જ્યાં ઓક્સિજન પ્લાન્ટ જ નથી. જેમ કે રાજધાની દિલ્હી….!!! કોરોનાએ આવતા એ તો સાબિત કરી દીધું છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે વિકાસની હજુ ઘણી પહોંચ રહેલી છે. જીવ વિજ્ઞાન શેત્રે શોધખોળ અને સંશોધનની ઘણી જગ્યા રહેલી છે. બાયો ટેકનોલોજી એટલે કે જીવ વિજ્ઞાન અને જીનોમિક મેડિસિન ક્ષેત્રે ઘણી તકો રહેલી છે.એમ પણ કહી શકાય કે બાયોટેકનોલોજી જ આગામી સમયની એક બીગ ટેકનોલોજી છે.
જો કે કોરોનાને જટ નાથવાના પ્રયાસમાં આપણે રસી પણ ખૂબ ઝડપથી વિકસાવી લીધી. કોઈપણ રોગ સામેની રસી વિકસાવવા પાછળ ઘણી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. અને આ માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી જ જાય છે. પરંતુ જુઓ…. કોરોના આવ્યો ને આપણને સપીડી બનાવી દીધા. વિચારો હજુ કેટલી એવી તક હશે જ્યાં હજુ વીજ્ઞાન પહોંચ્યું જ નથી.
પ્રોટીન બેઝડ રસી છે શું? ભારતમાં કયારે?
રસી કોરોના સામે એકમાત્ર અસરકારક ઇલાજ સમાન મનાઈ રહી છે. કરોનાની ત્રીજી નહીં પણ આવનારી દરેક લહેર સામે સુરક્ષિત રહેવા માટે રસિ અમોધ શસ્ત્ર સમાન છે. ત્યારે આ તરફ ધ્યાન દોરી સરકારે પણ રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવી દીધી છે. પરંતુ અલગ અલગ પ્રકારની રશીઓ બનતી કેમ હશે ? રસી બનાવવી કંઈ નાનીમાના ખેલ નથી..!!! આ માટે ઘણી લાંબી જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં અલગ-અલગ પ્રકારની ફોમ્ર્યુલાથી બનેલી રસીઓઉપલબ્ધ છે. ત્યારે વાત કરીએ પ્રોટીન બેઝડ રસીની તો આ રસી કોરોનાના દરેક વેરીએન્ટ સામે અસરકારક હોવાનું મનાઇ રહી છે.
પ્રોટીન આધારિત રસી ડેડલી એટલે કે મૃતક કોરોના વાયરસ પરથી બનાવવામાં આવેલી હોય છે. આવી જ રસી કાર્બોવેક્સ, નોવાવેક્સ અને ભારતની કોવાવેક્સ છે. જે એક રિકોમ્બિનન્ટ પ્રોટીન સબ-યુનિટ રસી છે. તે કોરોના વાયરસની સપાટી પર જોવા મળતા પ્રોટીનથી બનેલી હોય છે. કોષો પર રહેલા સ્પાઇક પ્રોટીન જ વાયરસને શરીરના કોષોમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે. આ પછી વાયરસ તેની સંખ્યા વધારીને શરીરમાં ચેપ ફેલાવવાનું શરૂ કરે છે. અને આ પ્રોટીન સામે રસી કામ કરે છે. તે હાનિકારક નથી પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિએ તેને વાયરસ તરીકે ધ્યાનમાં લેતા એન્ટિબોડીઝ વિકસાવવાનું શરૂ કરે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની આ નોવાવેકસ રસી ભારતમાં બાળકોને આપવામાં આવે તેવી શક્યતા છે કારણ કે આ માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ આગામી જુલાઇ માસથી ટ્રાયલ શરૂ કરવા જઇ રહી છે. અને આ રસી આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં આપવાનું શરુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકામાં આશરે 30 હજાર જેટલા લોકો પર કરવામાં આવેલા ટ્રાયલમાં આ રસી 90% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.