રાજુલામાં છેલ્લા ઘણા દિવસથી રેલવેની જમીન મામલે ઉપવાસ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં રાજકોટમાં NSUIએ દેખાવો શરૂ કર્યા હતા. NSUIના કાર્યકર્તાઓએ રાજકોટ શહેરમાં રેલવેના પાટા પર સૂઇ ગયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જો કે પોલીસે તમામને રેલવેના પાટા પરથી હટાવી અટકાયત કરી હતી.
રાજુલામાં છેલ્લા ઘણા દિવસથી રેલવેની પડતર જમીનમાં રોડ અને બ્યુટીફીકેશન પાકે માંગ કરી રહેલા અને એગ્રીમેન્ટ વગેરેની કાર્યવાહી રાજુલા નગરપાલિકા દ્વારા થયેલ હોવા છતાં આ બેરીકેટ રેલવે પોલીસ દ્વારા લાવી દેતા તેનો વિરોધ કરવા સ્થળ ઉપર ગયેલા ધારાસભ્ય અંબરીષ ડેર અને રેલવે પોલીસ વચ્ચે રકજક થયેલ ત્યા સ્થળ ઉપર હાજ રેહેલ રાજુલા પોલીસ દ્વારા ધારાસભ્ય અંબરીશ ડેરની ધરપકડ કરીને તેઓને પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા.
ધારાસભ્ય દ્વારા આ પ્રશ્નને લઈને ઉપવાસ શરૂ કરેલા પોલીસ દ્વારા મુક્ત કર્યા બાદ ડેર જે જગ્યા નો પ્રશ્ન છે તેની સામે આવેલ રાજુલા નગરપાલિકાના પ્રમુખની ઓફિસ પાસે છાવણી નાખીને ઉપવાસ ઉપર ઉતરી ગયા છે તેઓ દ્વારા એવું જણાવેલ છે કે જ્યાં સુધી રેલવે તંત્ર દ્વારા આ જમીન રાજુલા નગરપાલિકા ને સોંપવામાં અહીં આવે ત્યાં સુધી હું અને નગરપાલિકાના સદસ્ય ઉપવાસ ઉપર બેસવાના છીએ આજે ઉપવાસ નો બીજો દિવશ છે
રેલવે તંત્ર દ્વારા પડતર જમીન પાલિકાને ન સોંપાય ત્યાં સુધી ધારાસભ્ય દ્વારા પાલિકા સદસ્ય સહિત આંદોલન જારી રાખવાનો નિર્ધાર
આ ઉપવાસ સાવનની મુલાકાતે ગ્રામ્ય વિસ્તાર રાજુલા શહેરના લોકો વેપારી લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ધારાસભ્ય અને અંગત મિત્રો સહિતના લોકોએ મુલાકાત લીધેલ છે.તેઓ દ્વારા એવું કહેવામાં આવેલું કે તમે સાચા છો અમે તમારી સાથે છીએ જ્યાં જરૂર પડે અમને કેજો જે કરવું પડશે તે સાથે મળીને કરશું આ તમારો અંગત પ્રશ્ન નથી આ પ્રશ્ન રાજુલાની જતાનો છે.