બેંક ભારણ અને નાદારીમાં ડુબી ગયેલી જેટ એરવેઝને ફરીથી પાંખો ફૂટવા લાગી હોય તેમ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એનસીએલટી દ્વારા મંગળવારે કઈરોક જલાન કોન્સોટોરીયમ દ્વારા મુકવામાં આવેલી દરખાસ્તમાં સરકારે જેટ એરવેઝને ફરીથી ઉડાન ભરવા મંજૂરી આપી દેતા જેટ એરવેઝ લાંબા સમય બાદ ઉડાન ભરવા પાંખો ફફડાવા લાગ્યું છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલી આ મંજૂરીની અવધી આજથી 90 દિવસ સુધી રહેશે.
કંપની (જેટ એરવેઝ)ને વધારાની બહાલી માટે ફરીથી ટ્રીબ્યુનલ પાસે હાજર થવું પડશે. જેટ એરવેઝ દેશની પ્રથમ એવી એરલાઈન્સ કંપની બની છે કે, જેમાં નાદારી અને બેંક કરપ્સી કોડ હેઠળ આવરી લેવાયેલી કંપનીને ફરી શરૂ કરવા મંજૂરી મળી હોય.દેવાના ડુંગરા હેઠળ ફસાઈ ગયેલી જેટ એરવેઝ કંપનીની ફલાઈટો એપ્રીલ 2019થી અનિશ્ર્ચિત મુદત સુધી અટકાવી દેવામાં આવી હતી. એક વર્ષના તાળાબંધી બાદ ગયા ઓકટોબર મહિનામાં જેટ એરવેઝને 600 કરોડ રૂપિયા કુલ દેવાના 90 ટકા ચૂકવવાના આદેશો થયા હતા.
નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એનસીએલટી દ્વારા જેટ એરવેઝને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં માર્ચ મહિનામાં મંજૂરી માટેની પરવાનગીની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી. જેટ એરવેઝ ઉડાનની મંજૂરી મળતા કંપની દ્વારા મુંબઈ, દિલ્હી અને મહત્વના રૂટ ઉપર ઉડાનો ભરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હવે માત્ર ઉડાન ભરવાની વાર છે. અત્યારે ઉડ્ડયન મંત્રાલય અને કંપની વચ્ચે જેટ એરવેઝનો મામલો ચર્ચામાં ચાલી રહ્યો છે. અત્યારે કાલરોક અને જલાને જેટ એરવેઝનો હવાલો સંભાળી લીધો છે. લાંબા સમયથી બંધ જેટ એરવેઝની ફલાઈટ ઉડાઉડ કરતી થઈ જશે.