કોરોના મહામારીની સૌથી વધુ માઠી અસર જો કોઇ ક્ષેત્રને પડી હોય તો એ છે શિક્ષણ. છેલ્લા બે વર્ષથી બાળકો શાળાનું પગથયું પણ ચડ્યા નથી. ઓનલાઇન શિક્ષણથી બાળકો એટલા ખુશ નથી જેટલા ઓફલાઇનથી થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી ખાનગી શાળાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. ખાનગી શાળાઓમાં પણ સારું વાતાવરણ, સુવિધા અને ગુણવત્તાલક્ષી પરીણામને કારણે વાલીઓ પણ પોતાના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળે તેવો મોહ રાખી રહ્યાં હતા. પરંતુ કોરોનાકાળ બાદ ખાસકરીને શિક્ષણ ક્ષેત્ર સૌથી વધુ ફેરફાર આવ્યો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણમાં મોટું પરિવર્તન આવ્યું છે જેમાં છેલ્લા 8 દિવસમાં 845 બાળકોએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો હોવાની વાત સામે આવી છે. એક અનુમાન પ્રમાણે આ વર્ષ 5 હજાર જેટલા સરકારી પ્રવેશ મેળવે તેવી શક્યતાઓ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાનગી શાળાઓ છોડી રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વિધ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જિલ્લાની 862 શાળાઓમાં છેલ્લા 8 દિવસમાં 287 શાળાઓમાં 845 બાળકો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ઓનલાઈન એજ્યુકેશન અને સર્વશિક્ષા માધ્યમથી અને ઓનલાઈન પોર્ટલથી સારા મટીરીયલ અને ગુણવત્તા વધવાથી પ્રવેશ વધ્યો છે.
એટલું જ નહીં કોરોનાકાળમાં ધંધા-રોજગાર મંદ પડ્યા હતા જેના કારણે આર્થિક રીતે ખાનગી શાળાઓની તોતિંગ ફી પોષાઇ તેમ નથી. આથી પણ વાલીઓ સરકારી શાળા તરફ ઝૂકાવ વધ્યો હોઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે. બિલ્ડીંગ, કોમ્યુટર લેબ, અલગ ટોયલેટ બ્લોક અને સાથે જ પર્યાવરણીય સ્થિતિ સુધારી છે. ત્યારે હવે સરકારી શાળાઓમાં પણ એજ્યુકેશનના ક્વોલિટી ઉપર પણ ભાર દેવામાં આવી રહ્યો છે. ત્યારે આજી આગામી સમયમાં આ વર્ષે 5 હજાર વિદ્યાર્થીઓ નો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા આવે તે શક્યતા જોવાય રહી છે.