રાજકોટના કુબલિયાપરામાંથી પોલીસે મહિલાને ગાંજાના 883 ગ્રામ જથ્થા સાથે ઝડપી લીધી હતી. કુબલિયાપરામાં ભાણજીબાપાના પુલ તરફ જવાના રસ્તા પાસે એક મહિલા ગાંજાના જથ્થા સાથે હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ રાવલ અને પીએસઆઇ એમ.એસ.અંસારી સહિતની ટીમ દોડી ગઇ હતી અને મહિલાને ઝડપી પાડી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કુબલિયાપરામાં રહેતી મંજુ અરવિંદ સાખડ (ઉ.વ.65). નામની મહિલા ભાણજીબાપાના પુલ પાસેથી ગાંજા સાથે જઈ રહ્યાની બાતમી મળતા તેને પકડી પડી છે.પોલીસે મહિલાની તલાશી લેતા તેની પાસેની થેલીમાંથી રૂ.8834ની કિંમતનો 883.4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
મહિલાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, અગાઉ કુદરતી હાજત માટે શાસ્ત્રીમેદાનમાં ગઇ હતી ત્યારે ત્યાંથી એક થેલી બિનવારસી હાલતમાં મળી હતી તેમાં શાકભાજી હોવાનું સમજી થેલી ઘરે લઇ આવી હતી અને બિનવાસી મળતા પોલીસને પણ જાણ ના કરી હતી,જોકે મંજુ જુઠ્ઠું રટણ રટી હોય અને વેચવા માટે અન્ય કોઇ સ્થળેથી લાવ્યાની દૃઢ શંકાએ પોલીસે મહિલાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી છે.