ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બનવા માટેનો જંગ સાઉથહેમ્પટનમાં ખેલાઈ રહ્યો છે. હવામાનની અડચણ વચ્ચે ભારતીય ટીમની પ્રથમ બેટીંગ ઈનીંગ 217 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતની બેટીંગ લાઈનમાં ગેરશિસ્તના કારણે હવે જાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અઘરી બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં ભારતીય ટીમનું બેટીંગ પ્રદર્શન ખુબજ ખરાબ રહ્યું હતું. ભારતે ત્રીજા દિવસે 71 રન બનાવ્યા હતા અને 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ શરૂઆતી તબક્કામાં 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
કેપ્ટન કોહલી બાદ વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંત પોતાના ભુલ ભરેલા શોટને કારણે ઘરભેગો થઈ ગયો હતો. રિષભ ટોમ લેથમના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ અંજીક્ય રહાણે 49 રન બનાવી પેવેલીયન ભેગો થઈ ગયો હતો. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના બેટ્સમેનોમાં ખુબજ ગેરશિસ્ત જોવા મળી હતી કેમ કે, ધીરજ જાળવવાની બદલે મોટાભાગના બેટ્સમેનોએ ઉતાવળથી રમીને પોતાની વિકેટ ખેડવી નાખી હતી. 217 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી.
ત્યારબાદ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ખુબજ શિસ્તાપૂર્વક બેટીંગ કરી હતી જ્યારે ભારતીય બોલરનું પ્રદર્શન બોલીંગમાં પણ નેગેટીવ રહ્યું હતું. બોલરો વિકેટ લેવાની બદલે રન બચાવવા તરફ ગયા હતા. જેને લઈ શરૂઆતના તબક્કામાં ભારતીય ટીમને એકપણ વિકેટ મળી ન હતી. બેટીંગમાં ગેરશિસ્ત અને નેગેટીવ બોલીંગના કારણે હવે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અઘરી બનાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, બીજા દિવસે 3 વિકેટે 146 રન ભારતીય ટીમે કર્યા હતા. જો કે, મેચનો ત્રીજો દિવસ ન્યુઝીલેન્ડના બોલર્સના નામે રહ્યો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમે 92.1 ઓવર રમીને માત્રને માત્ર 217 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે ખુબજ ધીમી બેટીંગ કરતા ગેરશિસ્તના કારણે પોતાની વિકેટો ગુમાવી દીધી હતી.
વિરાટ કોહલી શરૂઆતમાં જ ઝડપથી પેવેલીયન પરત ફરતા ખાસ સ્કોરબોર્ડ આગળ વધી શક્યું ન હતું. કોહલીએ 132 બોલ રમીને 44 રન બનાવ્યા હતા અને તે કાયલ જેમીશનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રિષભ પંત પણ ખાસ રન કરી શક્યો ન હતો. ઉતાવળભર્યા શોટના કારણે રિષભ પંત 22 બોલ રમી માત્ર 4 રન જ બનાવ્યા હતા અને જેમીસનના બોલ પર આઉટ થયો હતો.
જાડેજા અને અશ્ર્વિની રમત આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જો કે, જાડેજા 15 અને અશ્ર્વિન 22 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ બુમરાહ ઝીરો, ઈશાંત શર્મા 4 અને મહમદ શામી 1 બોલ રમી અણનમ 4 રન પર રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી જેમીશને વાતાવરણનો ફાયદો ઉઠાવી બોલીંગથી આક્રમણ કર્યું હતું તેને રોહિત શર્માને પ્રથમ શિકાર બનાવ્યો ત્યારબાદ કોહલી અને રિષભ પંતની મહત્વની વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને વેગનરે પણ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમ સાઉથીએ 1 વિકેટ ઝડપી હતી.