રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા વિવિધ શાખાઓનું ઓચિંતુ ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં બાંધકામ શાખાની વિઝિટ દરમ્યાન કાર્યપાલક ઇજનેર ડાંગર સાથે બાંધકામ ખાતાના ચાલુ કામો અને આવનાર સમયમાં કરવાના કામો અંગે રીવ્યુ કરવામાં આવ્યો અને રોડ રસ્તાના કામમાં પડતી મુશ્કેલીઓ માટે તેમજ વધુ સારી કામગીરી માટે જરુરી સુચનો કરવામાં આવેલ હતા.
ત્યારબાદ ખેતીવાડી શાખાની વિઝિટ દરમ્યાન જીલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવા સાથે ખેતીવાડીના વિવિધ સાધનો ટ્રેકટર વગેરેની સહાય અને ખેતીવાડીની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓ અંગે માહીતી મેળવી ગ્રામ્ય કક્ષાએ ખેડુતોને વધુમાં વધુ લાભ કઇ રીતે પહોચાડવો તે અંગે જરુરી સુચનો અને માર્ગદર્શન આપેલ સરકારશ્રી તરફથી ખેતીવાડી શાખા અંગે તૈયાર કરેલ ઓનલાઇન પોર્ટલ જેમાં અરજીથી લઇને લાભાર્થીને ફાળવવામાં થતી સબસીડી, ડ્રો વગેરે અંગેની માહીતી જાતે નિહાળી હતી.
તેમજ પશુપાલન શાખાની વિઝિટ દરમ્યાન નાયબ પશુપાલન નિયામક ડો. કે.વી. ખાનપરા સાથે પશુપાલનની વિવિધ યોજનાઓની માહીતી લઇ લાભ આપવામાં આવતા લાભાર્થીઓ અંગે સમીક્ષા કરી પશુપાલન ની વિવિધ યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ લાભ કઇ રીતે આપવો તે અંગે જરુરી સુચનો અને માર્ગદર્શન આપેલ, પશુપાલનની વિવિધ યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ લાભ કઇ રીતે આપવો તે અંગે જરુરી સુચનો અને માર્ગદર્શન આપેલ, આ ઉપરાંત શિક્ષણ શાખાની વિઝિટ દરમ્યાન જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ડી.આર. સરડવા સાથે શિક્ષણ શાખાની કામગીરી અંગે રીવ્યુ કરેલ તેમજ શિક્ષણ શાખાના જર્જરીત ઓરડાઓ તેમજ નવા રુમો બનાવવા માટે સુચનો કરવામાં આવ્યા.
વિઘાર્થીઓનો સ્કુલમાંથી ડ્રોપ આઉટ રેશિઓ ઘટે એ માટે ધોરણ સાત પછી આગળના અભ્યાસ માટે ધોરણ આઠના વર્ગો ચાલુ કરવા માટે જરુરી કાર્યવાહી તાકીદે પૂર્ણ કરવા સુચના આપેલ, આ તકે જીલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા પણ પ્રમુખ બોદર સાથે ઉ5સ્થિત રહેલ હતા.સ્વચ્છતા પ્રખર હિમાયતી અને આગ્રહી એવા પ્રમુખ ભુપતભાઇ બોદરે જીલ્લા પંચાયતના ખુણે ખુણાને સ્વચ્છ રાખવા તેમજ નિયમિત સાફ-સફાઇ થાય તે માટે બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજેનર આર.બી. પટેલને તેમજ સાફ સફાઇ કરતી એજન્સીને નિયમિત અને ચોકસાઇપૂર્વક કામ કરવા સ્પષ્ટ સુચના આપી.
જીલ્લા પંચાયતની વિવિધ શાખાઓની ઓચિંતી મુલાકાત દરમ્યાનની ફલશ્રુતિ રુપે પ્રમુખ ભુપતભાઇ બોદરે દરેક શાખાના વહીવટી અધિકારીઓ અને સમિતિઓના ચેરમેનોના મોબાઇલ નંબર જાહેર જનતાની સેવા માટે અખબારમાં પ્રસિઘ્ધ કરવાનો ઉત્તમ નિર્ણય લીધો છે. જેથી લોકોને પોતાના કામો અંગે પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓ- ચેરમેન, પ્રમુખનો સીધો સંપર્ક કરીને પોતાના પ્રશ્ર્નોને ઝડપથી નિકાલ લાવી શકે અને સમય અને નાણાની બહુમૂલ્ય બચત થઇ શકે. આ વિઝિટના અંતે પ્રમુખ ભુપતભાઇએ દરેક અધિકારીઓને આજ રીતે લોકોની વધુ સારી સેવા કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.